નરેશપરમાર, કરજણ –
કરજણના નિશાળિયા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળિયા મુકામે દાદા નાં કૂવો મુકામે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ડભોઇ નાં ધારા સભ્ય શ્રી શૈલેષ સોટા /વાઘોડિયા નાં ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્ર સિંહ /પાદરા નાં ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલા/ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શતીસ નિશાળિયા /જયદીપ સિંહ ચવ્હાણ કરજણ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ચંદ્રવદન પટેલ ઉપેન્દ્ર ભાઈ શાહ દેવેન્દ્રસિંહ ઠાકોર કરજણ વિધાન સભાના સંગઠન નાં હોદેદારો નીઉપસ્થિતિ માં જનતાને નવા વર્ષની શુભેચ્છા ઓ સહ આવનાર વર્ષ આપ સર્વે નાં જીવન માં સુખ સમૃદ્ધિ લાવે તેવી શુભ કામનાઓ સાથે નવા વર્ષ ની ઉજવણી સાથે સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ડભોઇ પાદરા વાઘોડિયા સાવલી નાં ધારાસભ્યો તેમજ ભરૂચ જિલ્લા નાં લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ વડોદરા ભાજપના પદાધિકારીઓ સહકારી આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠન નાં હોદેદારો સરપંચો સંગઠન નાં પ્રતિનિધિઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે માજી ધારાસભ્ય સતીશ ભાઈ નિશાળિયા એ પોતાના પ્રવચન આજનાં પ્રસંગને ત્રિવેણી સંગમ સહકાર સરકાર અને સંગઠન નું સનહેમિલન સમારંભ ગણાવી સર્વ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી.સાંસદ મનસુખ વસાવા કાર્યક્રમ માં ઉપસ્થિત ધારાસભ્યો સહકારી આગેવાનો સંગઠન નાં હોદેદારો તમામ કાર્યકરો ને બિરદાવ્યા હતાં