DAHODGUJARAT

દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી સગર્ભા મહિલાને હેરાન કરતા અભયમ લીમખેડા મદદે

તા. ૨૧. ૧૧. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

De.Bariya દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી સગર્ભા મહિલાને હેરાન કરતા અભયમ લીમખેડા મદદે

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી પીડિતા બેનને ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને જણાવેલ કે કોલ કરીને જણાવેલ હું પ્રેગનેટ છું અને મારે આઠ મો મહિનો ચાલુ છે. અને અમે બંન્ને રાજી ખુશી થી ભાગીને લગ્ન કરેલ છે અને હવે મને કહે છે કે તને હું હવે પત્નિ તરીકે સ્વીકાર નથી કરવાનો એવું કહે છે અને મને આપશબ્દો બોલી મારવાની ધમકી આપે છે.૧૮૧ ની ટીમ સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને અસરકાર કાઉન્સિલિંગ કરવામા આવેલ. તેમજ કાયદાકીય માહીતી માર્ગદર્શન આપ્યું તેમજ તેમને હું હવે મારી પત્ની ને હેરાન પણ નહિ કરું અને એમને પત્નિ તરીકે સ્વીકારીશ અને કઈ પણ પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ લઈ પણ જઈશ. હવે ઝગડો નહિ કરું અને મારી ભૂલ જે પણ થઈ છે. તે હું સ્વીકારું છું.આમ ૧૮૧ ટીમ દ્વારા પીડિતા બેનના પતિને પત્નિ તરીકે સ્વીકારવા ના પાડતા હતા. તે બાબતે તેમની ભૂલો અહેસાસ કરાવવા માટે સાચી સલાહ આપવા તેમજ સમયસર મદદ પહોચાડવા બદલ પીડિતા બેને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!