
રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ જૂનાગઢ ખાતે આજ રોજ રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ હોલ ખાતે જૂનાગઢનાં પત્રકારો અને માધ્યમકર્મીઓનાં સ્વાસ્થ્યની ખેવના કરવા ફીટ ઇન્ડિયા – ફીટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવા માટે રેડક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા આધુનિક મશીનરી સાથે ઇ.સી.જી, કાર્ડિયોગ્રામ, રક્ત પરીક્ષણ, સહિત શરીરની સંપૂર્ણ હેલ્થ સ્ક્રીનીંગ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી એસ. જે. બલેવીયા અને માહિતી ખાતાના કર્મયોગીઓ પત્રકારોના સ્વાસ્થ્યની તપાસણી માટે હેલ્થ ચેકઅપ થઈ રહે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે જોડાયા હતા. આ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પ અંગે પ્રતિભાવ આપતા મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે આજના ભાગદોડ ભર્યા યુગમાં જૂનાગઢના પત્રકારો સમાજની નાનામાં નાની બાબતોના સમાચાર કવરેજ માટે સતત પ્રવૃત્તિશીલ હોય છે. ત્યારે જાણ્યે-અજાણ્યે અથવા તો આહાર-નિંદ્રામાં ઘણી વખત અનિયમિતતા ને લીધે પત્રકારો પોતાનાં સ્વાસ્થ્યની ખેવના છોડી કાર્યરત રહેતાં હોય અનેકવાર શારિરીક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે માહિતી ખાતુ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમારા પત્રકાર જગતની ચિંતા કરી રાજ્ય સરકારે જે ફીટ ઇન્ડિયા – ફીટ મીડિયા અંતર્ગત આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજ્યો છે. તે ખરેખર સરાહનીય છે. જેના થકી અમારા સ્વાસ્થ્યનો સાચો ખ્યાલ આવશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ 







