
આજ રોજ જુનાગઢ મહાનગર પાલિકાના માન.કમિશનર શ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર શ્રી એ. એસ. ઝાંપડા,નાયબ કમિશનર શ્રી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઉદ્યમી યોજના તેમજ નમસ્તે યોજના અને એમ.એસ.એક્ટ ૨૦૧૩ ઇ.આર.એસ.યું. દ્વારા જુનાગઢ મહાનગર પાલીકા,જુનાગઢના રૂમ નં.૧૩૦ વીર સાવરકર મીટીંગ હોલ ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડ્રેનેજ સફાઈ કર્મચારીશ્રીઓને સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભ અને ડ્રેનેજ સફાઈ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ સફાઈ કર્મચારીશ્રીઓને સફાઈ લગત માર્ગદર્શન મેળવવા માટે સફાઈ ફરિયાદ હેલ્પલાઇન નં.૧૪૪૨૦ માં ફોન કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ તકે એસ.બી.એમ.ગાંધીનગર સ્ટેટ કોર્ડીનેટર શ્રી ધેર્ય ત્રિવેદી,મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ સ્કીલ કાઉન્સિલ તરફથી મનોજભાઈ,સેની સુપ્રિ.શ્રી કલ્પેશભાઈ જી. ટોલિયા,સેનીટેશન સુપર વાઈઝરશ્રીઓ અને ગટર સુપર વાઇઝરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






