ANANDUMRETH

ખેડા જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા વિરૂધ્ધ મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ.

પ્રતિનિધિ : નડિયાદ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ખેડા જીલ્લામાં આવેલ નડિયાદ ખાતે મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ખેડા જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી.મિશન રોડ પર રહેતી મહિલા અને ખેડા જીલ્લામાં ફરજ બજાવનાર યશપાલસિંહ ઝાલા સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.ત્યાર બાદ બંને વચ્ચે અનેકોવાર મુલાકાત પણ થયેલ હતી તે દરમિયાન યશપાલસિંહ ઝાલાએ આ મહિલાને લગ્નની લાલચ પણ આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ લગ્નની લાલચ આપીને યશપાલસિંહ ઝાલાએ મહિલા સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા.
સમગ્ર ઘટના માં ફરિયાદી મહિલાના છૂટાછેડા થયેલ છે અને પોલીસકર્મી યશપાલસિંહ ઝાલા એક પરણિત પુરુષ હોવાનુ બહાર આવ્યું છે.નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!