ગોધરા:- શિક્ષક દંપતીના લગ્નજીવન ના વિખવાદ માં સમાધાન કરાવતા અભયમ ગોધરા.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
ગોધરા શહેર માંથી એક શિક્ષિકા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ કે તેમનાં પતિ વ્યસન કરી મારઝુડ કરી માનસિક શારિરીક ત્રાસ આપી રહ્યા છે. અભયમ ટીમ દ્વારા દંપતિ નું અસરકારક કાઉન્સિલિંગ દ્વારા પરસ્પર વિશ્વાસ અને લગ્ન જીવન નુ મહત્વ સમજાવી બને વચ્ચે ના વિખવાદ દૂર કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવી હતી.
મળતી માહિતી મુજબ ૧૩ વર્ષ ના સુખી લગ્ન જીવન દરમીયાન બે બાળકો ના માતા પિતા એવા એકબીજા ને શંકા ની નજર થી જોતાં હતા. અન્ય સાથે ના લગ્નેતર સંબંધ ની શંકા અને વહેમ ને કારણે બને નું જીવન દુઃખમય બની ગયેલ જેમા બાળકો પણ હેરાન થતાં હતાં. પતિ વ્યસન ના રવાડે ચડી ગયેલ અને પત્ની સાથે મારકૂટ કરતા જેથી પત્ની પણ દરરોજ ના ઝગડા માંથી મુકત થવા આત્મહત્યા નો પણ વિચાર કરતા હતાં.
અભયમ દ્વારા તેઓ ને એકબીજા પર શંકા રાખ્યા વગર વિશ્વાસ, પ્રેમ અને લાગણી થી જીવન જીવવા અનુરોધ કર્યો હતો. બાળકો ને પણ સાથે રહી ઉછેર કરવા તેમની કારકિર્દી ઘડવામાં ઘ્યાન આપવા જણાવેલ.. સમયાંતરે પરિવાર સાથે પ્રવાસ એક બીજાં સાથે સંવાદ સાધવા જણાવાયું હતુ.
પતિ ને જણાવેલ કે પત્નિ ને આ રિતે હેરાન કરવા એ સમાજિક અને કાયદાકીય અપરાધ છે.
દંપતિ એ ખાત્રી આપી હતી કે હવે કોઈ શંકા રહેતી નથી અને એકબીજા પર પ્રેમ અને વિશ્વાસ રાખીશું.
લગ્નજીવન ના વિખવાદ માં અગત્ય ની માહિતિ આપવા બદલ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.






