GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબીમાં ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી જીલ્લામાં ચોરીના ગુનાઓને અટકાવવા અને આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી લેવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીટી બી ડીવીઝન પોલીસે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત હોય તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલ મોટરસાયકલ ચાલક પાસે કાયદેસરના દસ્તાવેજી કાગળો ન હોય જેથી સઘન તપાસમાં મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું, તેમજ ચોરીના કુલ પાંચ મોટરસાયકલ પકડાયેલ આરોપીના કબ્જામાંથી પરત મેળવવામાં બી ડિવિઝન પોલીસ ટીમને સફળતા મળી હતી.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ સહિતની પોલીસ ટીમ શોભેશ્વર રોડના નાકા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ મોટર સાયકલ ટીસથી પસાર થતા તેને રોકી મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવ્યું હોય જેથી પોલીસે પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનમા સર્ચ કરતા ઉપરોક્ત મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ઈએચ-૫૦૦૭ ચોરીનું હોય અને બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ અંતર્ગતનું હોય જેથી આરોપી શક્તિભાઇ સુખાભાઇ કેશાભાઇ વીંછીયા ઉવ.૨૦ રહે- ગામ કુડા જી.સુરેંદ્રનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી.ઉપરોક્ત મોટર સાયકલ ચોરીમાં પકડાયેલ આરોપી શક્તિભાઈ સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ અન્ય ચાર જેટલા મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા કુલ પાંચ મોટર સાયકલ બી ડિવિઝન પોલીસે કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!