PANCHMAHALSHEHERA

બી.આર. સી શહેરા ખાતે દિવ્યાંગ બાળકોને કીટ વિતરણ કેમ્પ યોજાયો

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

 

સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલ જીલ્લો અને એલિમ્કો સંસ્થા દ્વારા શહેરા અને મોરવા હડપ તાલુકાના દિવ્યાંગ બાળકોને તેની જરૂરિયાત મુજબના સાધન આપવાનો કેમ્પ બી.આર.સી ભવન શહેરા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં બંને તાલુકાના 76 જેટલા બાળકોને વ્હીલચેર ટ્રાયસિકલ ટીએલ એમ કીટ સિપી ચેર તેમજ કેલીપર્સ અને રોલેટર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા આઇડી કોર્ડીનેટર જાદવ બી આર.સી શહેરા પટેલ તેમજ શહેરા તથા મોરવા હડફ ના ied અને iedss સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય યોગદાન આપેલ હતું.

Back to top button
error: Content is protected !!