GUJARATIDARSABARKANTHA

જમશેદપુર ટાટાનગર માં ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા 11 મો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું અને સફળતા પૂર્વક પૂર્ણાહુતી કરવામાં આવી

જમશેદપુર ટાટાનગર માં ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા 11 મો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું અને સફળતા પૂર્વક પૂર્ણાહુતી કરવામાં આવી

જમશેદપુર ઝારખંડ : ધરતી આબા બિરસા મુંડા જયંતિ પર તેમનાં ત્યાગ,સમર્પણ, સ્વાભિમાન અને વીરતાપૂર્ણ બલિદાન પર ટટા સ્ટીલ ફાઉંડેશન દ્વારા આખા દેશના સમસ્ત રાજ્યોથી બોલાવેલા જનજાતિ સમાજ ના કલાકારો ના નૃત્ય જોઈ મંત્રમુગ્ધ થયા દર્શકો.
સમસ્ત ભારતમાંથી 168 જનજાતિ સમુદાય માંથી પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં સમસ્ત ભારતભરમાં જોઈએ તો 750 થી વધારે જનજાતિ સમુદાયો છે ટોટલ 25 રાજ્યો માંથી અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો માંથી લીડરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માં ઝારખંડની મૂળ પરંપરા અખરા પૂજન કરવામાં આવ્યું તથા આ કાર્યક્રમની અંદર 482 જેટલા નગારા વગાડી ને વાતાવરણ ને ગુંજવી નાખ્યું હતું . સમસ્ત ભારત પરના ટ્રાયબલ કમ્યુનિટી ની અંદર વપરાતું ખાનપાણ,વાદ્ય,કલા સંસ્કૃતિ નાં દર્શન થયા,પહેરણ ઓઢણ,ઘરેણાં,વાંસ ની બનાવટ વગેરે હાથ થી બનેલી વસ્તુ ઓ નું પ્રદર્શન અને વેચાણ માટે મુકવામાં આવી હતી.
સાબરકાંઠા અરવલ્લી માંથી રાજભાઈ દામા,રાહુલ ગામેતી,યશોધરા માનાત,હંસા સુવેર,કલ્પેશ હડાત,દિગ્વિજય અસરી,હેત્તલ મીડિયા દ્વારા પ્રતિનિધિત્વ કરવા માં આવ્યું હતું અને સમાજ માટે ઉત્તમ લીડરશિપ માટે તાલીમ લીધી

જયંતિ પરમાર

Back to top button
error: Content is protected !!