દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માંગ મુજબ જરૂરી ૩૫૦ મેટ્રિક ટન ડીએપી અને એન.પી.કે ખાતર આવકમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને જણાવવાનું કે, ચાલુ રવિ ઋતુમા રવિ પાકોનું વાવેતર ચાલુ હોય આ વર્ષે પાછોતરો વરસાદ સારો થયો જેના લીધે રવિ પાકોનું ખૂબ મોટો પ્રમાણમાં વાવેતર થવાની શક્યતા છે. જેથી રાસાયણિક ખાતરની માંગને પૂર્ણ કરવા જિલ્લામાં સતત ખાતરનો જથ્થો માંગ મુજબના ખાતરો જેવા કે યુરિયા,એનપીકે. એમઓપી,ડીએપી ના જથ્થામાં અનુકમે યુરિયા ૫૪૦૦ મેટ્રિક ટન ની સામે ૨૨૬૧ મેટ્રિક ટન , એનપીકે ૫૨૦૦ મેટ્રિક ટન ની સામે ૨૭૧૯ મેટ્રિક ટન ,એમઓપી ૧૦૦ મેટ્રિક ટન ની સામે ૮૫ મેટ્રિક ટન જેવો જથ્થો ચાલુ માસ સુધીમાં મળી ગયેલ છે. જે મુખ્ય પાક જેવા કે ચણા,જીરું,ધાણા અને ઘઉ વગેર અન્ય પાકો માટે પૂરતો છે. ચાલુ માસમાં માંગ મુજબ જરૂરી ૩૫૦ મેટ્રિક ટન ડીએપી અને એનપીકે આવકમા છે.આથી ખેડૂતોને ખાતરની મોટાભાગની માંગ માટે ખાતરનો જથ્થો પૂરતો છે તેમ નાયબ ખેતી નિયામક (વિ.)ની દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.





