
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વઘઇ અને સાકરપાતળમાં કુલ – ૯ કેસોમાં રૂપિયા ૧૮૦૦ નો દંડ કરવામાં આવ્યો
ડાંગ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત ૬૦ દિવસના ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ (Tobacco Free Youth Campaign 2.0) ના સમયગાળા દરમિયાન COTPA-૨૦૦૩ એક્ટ અન્વયે વઘઇ અને સાકરપાાતળમાં તમાકુની બનાવટોનું ચેંકીગ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના (NTCPSW) શ્રીમતી રસીલા સી.ચૌધરી, જિલ્લા પોલીસ વિભાગ, વઘઇના ASI શ્રી જી.એલ.ગઢવી, સાકરપાતળ મેડીકલ ઓફિસરશ્રી ડો.પિયુષ, શ્રી મહેન્દ્રભાઇ (સુપરવાઇઝર), શ્રી તરૂણભાઇ ઠાકરે (એમ.પી.એચ.ડબ્લ્યુ) આ તમામ એન્ફોર્સમેન્ટ સ્કોડ દ્વ્રારા Section-4,5,6(a),6(b) નું અસરકારક અમલીકરણ થાય તે માટે વઘઇ અને સાકરપાતળ ગામે આક્સ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં દુકાનદારો, લારી-ગલ્લાઓને કુલ-૯ કેસ અને રૂપિયા ૧૮૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. સાથે જ કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનું વેચાણ ન કરવા સુચના આપવામાં આવી હતી. કલમ-૬(અ)૧૮ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓને તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનો વેચાણ ન કરવા પર પ્રતિબંધ તથા બોર્ડ લગાડવા સુચના આપી હતી. તેમજ કલમ-૫ મુજબ સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ છે જે બાબતે સુચના આપવામાં આવી હતી.





