GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મહિલાઓએ સ્વરોજગાર માટે “મહિલા સ્વાવલંબન યોજના”અન્વયે લોન માટે અરજી કરવા બાબત

તા.૨૨/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, મસાલા, ભરતગૂંથણ સહીત ૩૦૭ વ્યવસાયોની કેટેગરી મુજબ સબસીડી પર મેળવી શકશે લોન

Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ “મહિલા સ્વાવલંબન યોજના” અમલીકૃત છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના પરિવારોની સુખાકારીમાં યોગદાન આપી શકે તે માટે જરૂરીયાતમંદ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય આપવાનો છે.

જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહીત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે. મહિલાઓ દ્વારા તાલીમ મેળવ્યા બાદ નાના વ્યવસાય ચલાવવામાં સક્ષમ બનાવવા માટે નિગમની મહિલા સ્વાવલંબન યોજના દ્વારા રૂ।.૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરા) સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષ સુધીની વયની રાજ્યની કોઈપણ મહિલાને મળવાપાત્ર છે. સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂા.૬૦,૦૦૦/- બંનેમાંથી જે ઓછું હોય તે અને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા મહત્તમ રૂા.૮૦,૦૦૦/- બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત નિયત નમૂનાના અરજી ફોર્મ સાથે બે નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-3, બીજો માળ, બ્લોક નં.-2, સરકારી પ્રેસની બાજુમા, રાજકોટ ખાતે મોકલવાની રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!