BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચના કતોપોર બજાર ખાતે બેકાબુ આયસર ટેમ્પોએ ત્રણથી વધુ વાહનો ને અડફેટે લેતા દોડધામ, એક મહિલા નું કરુણ મોત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં એક બેકાબુ ટેમ્પાએ ત્રણ થી વધુ વાહનોને લીધા અડફેટે લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક ટેમ્પો બેકાબુ બન્યો હતો. ટેમ્પો બેકાબુ બનતા ત્રણથી વધુ વ્યક્તિઓ અડફેટમાં આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ટેમ્પોએ રાહદારીઓને અડફેટે લેતા મહિલાને ઇજા થવા પામી હતી.ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.
ટેમ્પા ચાલકથી બ્રેક ન લાગતા અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.