NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાની બીલીમોરા પોલીસ ટીમેં રૂપિયા 4 લાખ 26 હજાર 528 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ તથા ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા અંગે સુચનાઓના અન્વયે આજે પીઆઇ કે.ડી.નકુમના માર્ગદર્શન હેઠળ  બીલીમોરા પીએસઆઇ એમ.એસ.ભીંસરે સહિતની ટિમને પૂર્વ બાતમીના આધારે  ખાપરવાડા ગામના ભરા ફળિયા તા.ગણદેવી જી.નવસારી ખાતે રહેતા નિરવ અમ્રતભાઇ કો.પટેલ ઉ.વ.૨૪ રહે.ખાપરવાડા ભરા ફળીયા તા.ગણદેવી જી.નવસારી નાઓ પોતાના ઘરની બાજુમાં ખુલ્લી પોલીસ પંચોના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી નિરવ અમ્રતભાઇ કો.પટેલ પોતાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં એક ફોર વ્હીલમાં ઈંગ્લીશ દારૂ કાર્ટીંગ કરતો હોય તેઓને મુદ્દામાલ સાથે સ્થળ ઉપર પકડી પાડ્યો હતો સ્થળ પર ૧૦ પુઠાના બોકસમાં તેમજ ૬૧ નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી વ્હીસ્કીની તથા ટીન બીયર મળી કુલ્લે નંગ-૩૧૦૮ જેની કુલ કિંમત રૂ- ૦૪,૨૬,૫૨૮/- નો મુદ્દામાલ તથા મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ વી.ડી.આઇ. કાર જેનો રજી. નં.GJ-15-CD-1453 જેની કિ.રૂ-૨,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ-૬,૭૬,૫૨૮/- નો  પાસ પરમીટ વગરનો ઝડપી પાડી આરોપી નીરવ ઉ.વ 24 રહે.ખાપરવાદાને ઝડપી પાડ્યો હતો જ્યારે માલ ભરાવનાર અને મંગાવનાર સહિત છ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી  <span;>પ્રોહી એક્ટ કલમ મુજબ ગુનો નોંધ કરી વધુની તપાસ <span;>પોલીસ ઈન્સ્પેકટર કે.ડી.નકુમ હાથ ધરી છે. આ રેઇડમાં સારી કામગીરી કરનાર પીઆઇ  કે.ડી.નકુમ,પીએસઆઇ એમ.એસ.ભીંસરે, પીએસઆઈ એમ.એલ.સૈયદ, હેડ કોન્સ્ટેબલ જતીનભાઇ, હેડ કોન્સટેબલ મહેશભાઇ, હેડ કોન્સટેબલ જીજ્ઞેશભાઇ, હે.કો.વિરલભાઇ,પો.કો. ઈયુશભાઇ ઈશ્વરભાઇ પો.કો તાહીરઅલી શાહબુદ્દીન સારી કામગીરી બજાવી હતી.

Back to top button
error: Content is protected !!