DIPAKKUMAR PATELNovember 25, 2024Last Updated: November 25, 2024
0 Less than a minute
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
દક્ષિણ ગુજરાત કોળચા કોટવાલિયા આદિવાસી સેવા સમાજ ખેરગામ સંચાલિત જાગૃતિ વિદ્યાલય રૂમલા શાળામા વર્ષ ૨૦૨૩-૨૪ની સરસ્વતી વિદ્યાસાધના સાઈકલ યોજના હેઠળ ૮૩ જેટલી ધોરણ 10ની આદિવાસી બહેનોને સાઈકલ વિતરણ ધારાસભ્ય નરેશભાઈ એમ.પટેલના હસ્તે કરવામા આવ્યુ હતું. સાઈકલ વિતરણ કરતા નરેશભાઈ એમ. પટેલે સરકારની યોજના વિશે માહિતી આપી અને કન્યાઓને સાઈકલનો ઉપયોગ શાળાએ આવવા માટે કરી અભ્યાસમાં વધુ સમય આપી , શિક્ષણમા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવી.આ પ્રસંગે શાળા સંચાલક મંડળના મંત્રી ડાહ્યાભાઇ બી. પટેલ, ટ્રસ્ટીઓ,રણછોડભાઇ ,મગનભાઇ, નવનીતભાઇ,રણછોડભાઈ,ડૉ.હસમુખભાઇ ઉપસ્થિત રહ્યા હતા.