MORBI: મોરબીમાં વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ઘમકી
MORBI: મોરબીમાં વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ઘમકી
મોરબીના જુના મહાજન ચોક દેવ કોમ્પ્લેક્ષ, સ્કાયમોલ પાસે,વાવડી રોડ અને ત્રાજપર ચોકડી હોથલ ફાઈનાન્સની ઓફીસ સહિતની અલગ અલગ જગ્યા એ યુવાનએ વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજખોરો એ પઠાણી ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના પંચાસર રોડ પર કામધેનું સોસાયટીમાં સંકલ્પ હાઈટ્સ ૧ માં રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી સુરેશભાઈ રબારી, માધવ બોરીચા, ભરતભાઈ બોરીચા, શિવમ રબારી (હોથલ ફાઈનાન્સ), હીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફર પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલ જે વ્યાજ લીધેલ રૂપિયાનું ઉચું વ્યાજ ચૂકતે કરી મૂળ રકમની તેમજ ચુકતે નહિ કરેલ વ્યાજના રકમની માંગણી કરી આરોપી હીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફર એ ધાર્મિકભાઈ વ્યાજના કમીશન પેટે રૂપિયા લીધેલ હોય અને લઇ આપેલ રકમનું વ્યાજ ભરપાઈ કરવા તેમજ વધુ રૂપિયા પડાવવાના હેતુથી બળજબરી પૂર્વક તમામ આરોપીઓએ પઠાણી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.