CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસે ડો.બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરાઇ.

મૂકેશ પરમાર નસવાડી
26 નવેમ્બર એટલે ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણને બંધારણના મહત્વને સમજવાની તક આપે છે જયારે શાળાઓમાં અને કોલેજોમાં અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે ત્યારે આજે નસવાડી તણખલા ચોકડી પાસે આવેલ બંધારણ નાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મામલતદાર અને તાલુકા અધિકારીએ ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે નસવાડી તલાટી તેમજ દરેક સમાજના આગેવાનો,યુવાનો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.અને રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




