

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના વાડ રાન્દ્યા-આમલીમોરા ગામે સાંઈ મંદિર ના 14 માં પાટોત્સવની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. શ્રી સાંઈ યુવક મંડળ આમલીમોરા દ્વારા પાટોત્સવ નિમિતે શ્રી સત્યનારાયણ ભગવાન ની સમુહ પુજા અને યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.ખેરગામના જ્યોતિષાચાર્ય માક્ષિતભાઈ રાજ્યગુરુ દ્વારા વિધિ-પૂજન સંપન્ન થયું હતું.મોટી સઁખ્યામાં ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.ત્યારબાદ સૌ ભક્તો દ્વારા વાજતે – ગાજતે સાંઈ બાબાની પાલખી યાત્રા નગરમાં કાઢવામાં આવી હતી.અંતમાં મોટી સઁખ્યામા ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.


