પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી બહેનો મેદાને:ભરૂચમાં આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, વહેલી તકે તેઓની માંગણીઓ પુરી કરવાની માગ


સમીર પટેલ, ભરૂચ
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને પોતાની વિવિધ પડતર માંગણી લઈને આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મંગળવારના બોપરના મોટી સંખ્યામાં એકત્ર થયેલી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની તાકીદે નિર્ણય કરવા વિનંતિ છે. જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સીવીલ અપીલમાં નામદાર સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ અજય રસ્તોગીએ તેમનાં જજમેન્ટમાં આંગણવાડી વર્કર-હેલ્પરની સર્વીસ કન્ડીશન સુધારવાનો સમય પાકી ગયેલો હોવાનું જણાવ્યું હતું. તથા જસ્ટીસ અભય ઓકાએ પણ આંગણાડી વર્કર- હેલ્પરને અપાતા પગારો નજીવા હોવાનું જણાવી હવે તે સમય પાકી ગયો છે કે કેન્દ્ર અને રાજય સરકારે આંગણવાડી વર્કર-હેલ્પરની નોકરીની સ્થિતિ (સર્વીસ કંન્ડીશન) બાબતે વિચારવું જોઈએ.
આ ચૂકદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર- હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહિ, પરંતુ રેગ્યુલર નોકરીયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલુ છે. વધુમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર- હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચૂકાદો આપેલા અને રાજય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટના ડાયરેકશનનો અમલ માસ છ માં કરવા આદેશ કર્યો છે, દરમ્યાનમાં વર્ગ-3 અને વર્ગ-4 નાં નોકરીયાતો આપતું લઘુતમ વેતન ચૂકવવા નિર્ણય કરવા માંગણી છે.



