આજી ચાર ડેમ ઉપર આપવામાં આવેલ જંગલ કટીંગ નું કામ ચાલુ છે જે કામ દર વર્ષે મજૂરોથી બાવળો નું કટીંગ કામ કરવામાં આવતું આ વખતે કોન્ટ્રાક્ટરને કામ આપતા જેસીબી મશીનથી કામ કરવામાં આવે છે જેથી કરીને ડેમ ના પારામાં ઘણું નુકસાન તેમજ ડેમેજ થાય છે ઉપરોક્ત કામ વર્ષો થયા મજૂરોથી કરવામાં આવતું આ વખતે જેસીબી મશીનથી કરવામાં આવે છે જેથી કરીને પારાને ઘણું નુકસાન પહોંચે છે અને પારો લીકેજ થવા માંડે છે છતાં પણ મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે જેથી પારામાં પાણીનો ઓ જ આવવા મંડ્યો છે જેથી કરીને પાણીનો ઓજ આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં નુકસાન પહોંચાડે છે જેથી કરીને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક અસરથી પગલા લેવામાં આવે તેવી આજુબાજુના ખેતર વાળા ખેડૂતોની સરકારશ્રીને નમ્ર અરજ છે. આ અંગે ખેડૂતોએ તંત્રને અનેક વખતે રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી તેમ ખેડૂત આગેવાન વિપુલભાઈ લક્ષ્મણભાઈ પીઠ મલ ની યાદીમાં જણાવેલ છે.