પાલનપુરમાં માનસરોવર તળાવ પાછળ કરોડો રૂપિયા ફાળવવા છતાં ગોકુળ ગાય કામગીરી ભ્રષ્ટાચાર થયા હોવાનું રાવ

28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં માન સરોવર તળાવ એક જમાનામાં શહેર વાસીઓ અહીં સ્નાન કરવા તેમજ કપડાં ધોવા આ શહેરમાંથી બહેનો બાળકો પરિવાર સાથે આ નવાબી તળાવમાં આવતા હતા. બાદ પાલિકાની સત્તાધીશો પાસે આ માન સરોવર દેખરેખ આવતા ઉજ્જડ બની ગયું હતું તે પરિસ્થિતિ જોઈને આ શહેરના જાગૃત નાગરિક ડો.રવિ સોની અને તેમની ટીમ છ થી સાત મહિના સફાઈ ઝુંબેશ તેમજ પાણીમાં જળકુંડી રહેતી માછલીઓ તેમજ જીવ જંતુઓને બચાવવા અભિયાન છેડ્યું હતું જોકે પાલિકાના સત્તાધીશો એ આ કામગીરી ગ્રાન્ડ આયા પછી અમે શરૂ કરી તેઓ જાગૃત નાગરિકોને જણાવેલું બાદ નગરપાલિકા આ માન સરોવરના તળાવના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવતા આજે પણ ફક્ત દીવાલ પ્રોડક્શન તેમજ અન્ય નાના-મોટા કામ બતાવી છેલ્લા કેટલાક દિવસોથી તળાવમાં પાણી કાઢવાનું વોટરમશીનકામ બંધ રહેતા શહેર વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
પાલનપુર ના જાગૃત નાગરિક ડો.રવિ સોની ના કહેવા મુજબ આ માનસરોવર તળાવ માટે અગાઉ 5:૫૦કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમ જેમ કામ શરૂ થયું તેમ લગભગ નવ કરોડ જેવી ગ્રાન્ડ ફાળવવામાં આવી છે ત્યારબાદ કોન્ટ્રાક્ટ દ્વારા અંદર કેટલીક જગ્યાએ પ્રોડક્શન દિવાલો તેમજ આસપાસ પીચિંગ કર્યું હતું આ તળાવ મશીનો દ્વારા ખાલી કરી અંદરની જળકુંડી તેમજ માછલીઓને બચાવવા માટે અન્ય તળાવમાં લઈ જવા માટે મારે ચીફ ઓફિસર સાથે વાત પણ થઈ હતી ત્યારબાદ આ તળાવ આશરે સાત મહિના કામગીરી યથાવત જોવા મળી રહી છે હાલની પરિસ્થિતિ નથી પાણીમાંથી જળકુંડી કડાઈ કે માછલીઓને બચાવવા કોઈ કામગીરી આરંભી નથી ફક્ત પાણી નિકાલ માટેની વોટર પંપમશીન અંદર જોવા મળી રહ્યું છે અહીં નથી કોઈ ટ્રેક્ટરો કે કે મજૂરોનો કાફલો આ કરોડો રૂપિયા ફાળવ્યા છતાય નજરમાં કોઈ આવતું નથી ફક્ત એક બે મજૂરો અહીં હાજરી આપી આ દેખાવ કરી રહ્યા છે કામગીરી ઉપર અનેક શંકાઓ ઉભી થઇ રહી છે રવિભાઈ એવો આક્ષેપ કર્યો કે પાલિકાના કેટલાક સત્તાધીશો પોતાના કમિશનના લાયમાં આ આ કામ અટવાયું હોવાનું જણાવ્યું હતું આ કામગીરી ઝડપી થાય તેવી માંગ ઉઠવા પામી હતી




