વિજાપુર કોર્ટે ચેક રીટર્ન ના કેસમાં આરોપી ઈસમ ને છ માસ ની સજા સાત લાખ નુ વળતર ચૂકવવા હુકમ કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપી ઈસમને ને માસની સજા તેમજ ઉછીની આપેલી રકમ રૂપિયા સાત લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરવા મા આવ્યો છે. વિજાપુર શહેરના સૈયદ વાડા વિસ્તાર માં રહેતા રમીજ અહેમદ સઈદ અહેમદ સૈયદ જેઓ ગાડી લે વેચ સહીત નો ધંધો કરી પોતાના પરીવાર નો ગુજરાન ચલાવે છે. ધંધા અર્થે તેમના સંપર્ક મા આવેલ ભરત કુમાર સાંકળચંદ પટેલ સાથે અવાર નવાર મુલાકાતો ના કારણે એકબીજા એ વિશ્વાસ કેળવ્યો હતો. રમીઝ ભાઈ સૈયદ ના મામા ઇમરાન હુસેન અલમદાર હુસેન ભરત ભાઈ સાથે આવેલા અને પૈસા ની ઉછીની વાત કરેલી પરંતુ તેમની પાસે પૈસા ના હોવાથી ઘર વેચવાના નો હોઈ તેના પૈસા આવશે તો હું મદદ કરીશ તેમ જણાવતા તેઓ તે સમયે પરત ફર્યા હતા. ત્યાર બાદ પાંચ મા દિવસે તા.૧૩/૦૩/૨૦૨૨ ના રોજ મામા દીકરા ઇમરાન ભાઈ સાથે ભરત ભાઈ પટેલ આવેલા તે સમયે ઘરના વેચાણ ની બાના ની રકમ આવી હતી. તેઓએ સાત માસના ના મુદતે પરત આપવાના વિશ્વાસે તેઓ ને આવેલા રકમ રૂપિયા સાત લાખ હાથ ઉછીના આપ્યા હતા. તેઓએ આ માટે વિશ્વાસ આપતા આઇ.સી.આઈ.સી.આઈ બેંક ના બે ચેકો જનો નંબર ૦૦૦૧૭૭ થી રૂપિયા ૩,૫૦,૦૦૦/- અને બીજો ચેક ૦૦૦૧૭૮ જેમા રૂપિયા ૩,૫૦,૦૦૦/- કુલ સાત લાખના ચેકો આપેલ જે પોતાના ખાતા મા યુનિયન બેન્ક ની શાખા મા જમા કરાવતા તે ચેકો બેંક ના શેરા સાથે પરત ફર્યા હતા. જે બાબતે વકીલ નો સંપર્ક કરી નોટિસ આપી જણાવ્યું હતું પરંતુ ભરત ભાઇ પટેલે આ બાબત ને અવગણ તા કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ એડી . ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર કુમાર અશોક કુમાર પટેલ ની અદાલત મા ચાલી જતાં તેઓએ બંને તરફના વકીલો ની ધારદાર દલીલો તેમજ વકીલોએ અદાલત મા રજૂ કરેલા પુરાવા બાદ આરોપી ભરત ભાઈ પટેલ ને તકસીર વાર ઠેરવી છ માસ ની સજા તેમજ ફરિયાદી ને રૂપિયા સાત લાખ ને વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.