GUJARAT
નસવાડી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ મહિલા પોલીસ દ્વારા કાર્યક્ર્મ યોજાયો.
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી ગ્રામ પંચાયત હોલમા છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબૂદી અભિયાનની અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરવામાં આવી હતી
છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨૮ નવેમ્બરના રોજ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત ‘ગુડ ટચ બેડ ટચ’ જાગૃતિ કાર્યક્રમનું આયોજન નસવાડી ગ્રામ પંચાયત હોલમાં કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી, ૧૮૧ના કાઉન્સેલર દ્વારા ૧૮૧ની માહિતી તેમજ PBSC સેન્ટરના કર્મચારી દ્વારા PBSCની માહિતી આપવામાં આવેલ હતી.
કાર્યક્રમ હેઠળ વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ લાભાર્થી દીઠ ૧,૧૦,૦૦૦ના મંજૂરી હુકમ તેમજ દિકરી વધામણા કીટ, જેમાં વ્હાલી દીકરી યોજનાની ૪,૪૦,૦૦૦ની સહાય આપવામાં આવેલ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓને હાઇજનીક કીટ આપવામાં આવી હતી.
આ અવસરે નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સી ટીમના એસ.એસ.પટેલ, નસવાડી તાલુકાની બાલિકા પંચાયતની સરપંચ, ઉપ સરપંચ, ૧૦૦ જેટલી દીકરીઓ હાજર રહેલ , ૧૮૧ની ટીમ, OSC સેન્ટરના કર્મચારી, PBSCના કર્મચારી, આંગણવાડીની બહેનો મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
