GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદના વેગડવાવ નજીક પેટ્રોલપંપમાંથી રોકડ રકમ અને સ્માર્ટ વોચની ચોરી રફુચક્કર

HALVAD- હળવદના વેગડવાવ નજીક પેટ્રોલપંપમાંથી રોકડ રકમ અને સ્માર્ટ વોચની ચોરી રફુચક્કર
હળવદ તાલુકાના વેગડવાવ નજીક પેટ્રોલપંપ સંચાલક વોકિંગ કરતા હતા ત્યારે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાંથી 33 હજાર રોકડા અને એક સ્માર્ટ વોચની ચોરી કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ નજીક આવેલ નયારા પેટ્રોલપંપના સંચાલક વહેલી સવારે વોકિંગ કરતા હતા અને અન્ય એક સાહેદ સુતા હતા ત્યારે સવારે 6.15થી 6.30 વાગ્યાના અરસામાં એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાં રહેલા 33 હજાર રોકડા અને ટેબલ ઉપર રહેલી 1000ની કિંમતની સ્માર્ટ વોચ ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.






