તા.૦૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બસ સ્ટેન્ડ ખાતે વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું
1st December 2024 World AIDS Day
“Take the rights path” “એચ.આઇ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીયે આજ રોજ ૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર , પ્રોજેક્ટ ડાયરેક્ટર (મંત્રી)નિરન શાહ દાહોદ દ્વારા સંચાલિત ટી આઇ પ્રોજેક્ટ અને દાહોદ એસટી ડેપો , દાહોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવત ના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી એચઆઇવી ઓફિસર ડોક્ટર એ આર ચૌહાણ દ્વારા પ્રાથમિક પ્રવચન આપી એચઆઈવી કાર્યક્રમની રૂપરેખા ની સમજ આપવામાં આવી એસટી ડેપોના મેનેજર દ્વારા તેમના હસ્તકના સ્ટાફશઓને એકત્રિત કરી તેમના જીવનમાં એચઆઈવી /એઇડ્સ વિષયક સમજ કેળવાય અને તેઓ ગંભીર બીમારીથી બચે તે માટે આયોજિત કાર્યક્રમમાં સંપૂર્ણ જાણકારી લે તે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું ડિસ્ટ્રીક એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ, NTEP, એ.આર.ટી., ટી આઇ, સમગ્ર પ્રોજેક્ટ, લિંક વર્કર સ્કીમ, આઈસીટીસી વિગેરે તમામ સ્ટાફ તથા એસટી ડેપોના સ્ટાફઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો આ કાર્યક્રમ અંતર્ગત એચઆઇવી/એઇડ્સ વિષયક લોક જાગૃતિ કરવામાં આવી પોસ્ટર પ્રદર્શન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી નિમિત્તે વધુમાં વધુ લોકો જાગૃત થાય અને સાચી અને સંપૂર્ણ સમજદારી લે તે માટે સમાપન નિમિત્તે ઉપસ્થિત જન્મમેદની નો આભાર માનવામાં આવ્યો હતો આ વર્ષે ડબલ્યુએચો ની ૨૦૨૪ ની થીમ TAKE THE RIGHTS PATH: MY HEALTH, MY RIGHT ના સૂત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો જેવા કે રેલી પોસ્ટર પ્રદર્શન રંગોલી માનવસાકળ નાટક કેન્ડલ માર્ચ સ્કુલ એક્ટિવિટી આઈ ઈ સી વિતરણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે એ આર ટી સેન્ટર ખાતે દવા લેવા આવતા PLHIV ક્લાઈન્ટ ને DISHA DAPCU DAHOD ના સહયોગ થી દાતાશ્રી દ્વારા દાનનું આયોજન કરવામાં આવેલ છે