
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોના મોબાઈલ ખોવાઈ ગયા હોય તે લોકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ખોવાઈ ગયેલ છે તેવી ફરિયાદ નોંધાવી હતી.જેમાં હાલ સમગ્ર જગ્યાએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તંત્ર દ્વારા ઉજવાય રહ્યો છે ત્યારે આજ રોજ ઉમરેઠ પોલીસ તંત્ર દ્વારા જે કોઈપણ ના મોબાઈલ મળી આવ્યા છે તેવા મોબાઈલ ના મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.જેથી મોબાઈલ ફોનના મૂળ માલિકોએ જેમને તંત્ર દ્વારા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા તેમને ઉમરેઠ પોલીસ તંત્રનો આભાર સહ લાગણી વ્યક્ત કરી હતી.




