BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: ટંકારીઆ ખાતે યુનિટી બ્લ્ડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ, 49 લોકોએ મહાદાન કર્યું

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ૨૫ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનું ટંકારીઆ તરફથી યુનિટી બ્લ્ડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ હોસ્પિટલ પારખેત રોડ પર કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત કંબોલી, પારખેત, સિતપોણ વગેરે ગામોના નવયુવાનો એ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૪૯ વ્યક્તિ ઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે અંજુમન કમિટી સભ્યો, માજી સરપંચ ઝાકીર હુસૈન ઉમટા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ભાઈ ટેલર, મુશ્તાક ભાઈ દોલા, નાસિર હુસૈન લોટિયા , ઝુબેર ભાઈ મામુજી, રિયાઝ ભાઈ પટેલ, આકિબ ભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતાં.



