પ્રદુષણ-રાષ્ટ્રીય નિવારણ દિવસ શા માટે??

હાલારમાં ગંભીર રોગો અંગે ચોક્કસ ગામોના પત્રકો બન્યા”તા
જામનગર (ભરત ભોગાયતા)
પ્રદુષણ કોઇપણ સ્તરે નિવારવુ જરૂરી છે ભેળસેળથી માંડી હવા-પાણી-જમીન-અવાજ સહિત પર્યાવરણ વગેરેના પ્રદુષણ ચિંતાની જ બાબત છે અને હોવી જોઇએ આ માટે લોકજાગૃતિ ની તો જરૂર છે જ જેમકે પ્રદુષણ ઓરીજીનેટેડ પ્લેસથી પ્રદુષણનુ જે નુકસાન કરનાર તત્વ છે તે પ્રદુષણ ફેલાવનારને પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન કરે છે બીજુ પ્રદુષણ નિયંત્રણ કરવુ એ સરકારના વિભાગો માટે હાલના સમયમાં પડકાર છે ઔદ્યોગીક પ્રવૃતિઓ પણ ચાલે અને પ્રદુષણ પણ નિયંત્રણમાં રહે બંને સમતુલન ખૂબ અઘરૂ છે
હવા પાણી જમીન ઉપરાંત આપણે વ્યાપક રીતે જેની મહતા સમજતા નથી તે છે અવાજનુ પ્રદુષણ …..વાહન કે મશીનરીના અવાજ…હોર્નના અવાજ સાઉન્ડ સીસ્ટમ્સના વધુ માત્રાના અવાજ ફટાકડાના વધુ અવાજ અન્ય કોઇ રીતે આવતા અવાજ એક માત્રાથી વધુ હોય તો દુષણ છે અસહ્ય હોય છે તે પ્રદૂષણ જ છે
તેવુ જ પ્રદુષણ દુર્ગંધ નુ છે અનેક પ્રકારના વેસ્ટ જેમકે સોલીડ વેસ્ટ રેસ્ટોરન્ટ વેસ્ટ કારખાના વેસ્ટ અમુક કિસ્સામાં ઇ વેસ્ટ કેમીકલ વેસ્ટ સ્ક્રેપ વેસ્ટ થી તેમજ કઇક બાળવાથી એક તો હવામાં નુકસાન કરતા રસાયણીક તત્વો ભળે છે જે લોકોને નુકસાન કરે છે અને વાસ તો આવે જ કોઇ વાસ સહ્ય ન હોય તેનાથી તરત જ અકળામણ થાય શરીરમાં અમુક રસાયણીક ફેરફાર થાય માથુ દુખે કે ઉલટી ઉબકા જેવુ થાય.
સામાન્ય રીતે તો પાણીના કલરમાં ફેરફાર અને વાસ કે ગરમ થાય ખેતીની જમીનમાં ફેરફાર થાય હવામાંથી વાસ આવે….વગેરે ને લોકો પ્રાથમીક પ્રદુષણ ગણી ફરીયાદ કરતા હોય છે સાથે સાથે દવાખાના હોસ્પીટલના વેસ્ટ જો પડ્યો રહે તો તેની વાસ પણ બહુ આવે છે તેમજ તેમાંથી ચેપ હવામાં ભળી શકે છે જે ખૂબ નુકસાનકારક છે
હાલારમાં એક વખતે જાગૃત પ્રજા પ્રતિનિધીએ ફરીયાદ કરેલી ત્યારે ચોક્કસ ગામડાઓમાથી ખૂબ ડેટા અને ફરીયાદો મળી બાદ જામનગર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ચોક્કસ ગામડાઓમાં સઘન સર્વેક્ષણ કરતા અમુક કેસ ગંભીર રોગ ગણાય તેના શંકાસ્પદ કેસ મળ્યા હતા આ તેવા રોગના મળેલા જેમની સારવાર ખૂબ પડકારજનક હોય છે
કહેવાનુ એ છે કે પ્રદુષણથી થતા રોગ અને શારીરીક નુકસાન તેમજ ઓવરઓલ બગડતી પ્રાકૃતિક સ્થિતિ એમ બધુ જ સંયુક્ત રીતે ચેક થવુ જોઇએ તો જ પ્રદુષણ ની ઘાતકતા નુ તારણ સ્પષ્ટ થાય અને કદાચ નિયંત્રણ કરવાની ગંભીરતા વધી શકે છે
વળી અમુક પ્રદુષણની તરત ખબર ન પણ પડે અને તે ધીમુ ઝેર સાબિત થાય ભેળસેળ પણ પ્રદૂષણ છે અને અનેક પ્રકારના ઔદ્યોગીક વેસ્ટ ધુમાડા હવામાં છોડાતા ભડકા ઝેરી રસાયણ પાણી બગાડતા પ્રદૂષણ ખેતીની કે કોઇપણ જમીન ને બગાડતા પ્રદૂષણ દરીયમાં કાંઠે છોડાતા વેસ્ટ કે થોડે સુધી પાઇપલાઇન નાંખી છોડાતા વેસ્ટ વોટર ગરમ પાણી રસાયણ યુક્ત પાણી વગેરે તરત ખબર ન પડે તેવા હોય તે ધીમા ઝેર જેવા સાબિત થાય છે અને અમુક લોકોને ચામડી ફેફસા ગળા અન્નનળી લીવર વગેરેના જટીલ રોગો થાય ત્યારે હીસ્ટ્રી, સર્કમ્સટેન્સીસ,હેરીડીટી,ઇન્ફેક્શન સાથે સાથે એટમોસ્ફીયર અંગે સંશોધન થાય,પાણીના સ્રોત ખેતીની જમીનના સ્રોત શ્ર્વાસમાં જતી હવા પીવાના પાણીના તત્વો અને તાપમાન તેમજ એસીડીકતા વગેરે નોકમ્બાઇન સ્ટડી જરૂતી બને છે અને આવા ડેટા ભલે તરત જોવા ન મળતા હોય પણ સરકારના અમુક વિભાગો શક્ય એટલુકામ કરે છે આ કોઇ એક વ્યક્તિ કે એક વિભાગનુકામ નથી, જમીન વિકાસ,ભૂસ્તર શાસ્રી,ખેતી વિકાસ,સોઇલ ટેસ્ટ,પાણીના ડીટેઇલ્ડ લેબ ટેસ્ટ હવાના તત્વ વિભાજન ટેસ્ટ ખોરાકના તત્વોના ટેસ્ટ લાઇફ સ્ટાઇલ વગેરે ઘણુ બધુ સમાંતર ચેક થાય ત્યારે કોઇ કનક્લુઝન આવી શકે હા કોઇ પ્રદુષણની તરત કદાચ અસર લાગે પરંતુ અમુક પ્રદુષણ લાંબા ગાળે રોગકારક બને અમુક પ્રદુષણ તો કોઇક ખામી સર્જતા હોય કે શરીરના કોઇ સેલને ડેડ કરતા હોય શકે છે તે અંગે વિદેશોમાં સંશોધન થાય છે પરંતુ તેના પરીણામો આવતા વાર લાગે છે
હાલારના એક ગામમા કોઇ વિડીયો વાયરલ થયેલો (ઘણા વીડીયો ફરતા હોય છે) જેમાં જમીનમાં કોઇ જગ્યાએથી ઘટ્ટ અને ગરમ પાણી ફળફળ નીકળતુ હતુ……તે કોઇ પ્રદુષણ જ કહી શકાય કોઇએ તેના વેસ્ટ વોટર નીકાલ પાઇપ લાઇનથી અમુક ખુલ્લી જમીનમાં કરેલો તેમ તારણ નીકળી શકે પરંતુ દર વખતે આવી ઘણી બાબતો અનેક કારણસર તપાસના સ્ટેજે નથી પહોંચતી અથવા પ્રાથમીક સર્વે થાય સેમ્પલ લેવાય…..વગેરે….વગેરે…અને કઇક કદાચ ઠોસ એક્શન લેવાય ત્યાં સુધીમાં ઘણુ નુકસાન થઇ ગયુ હોય છે
વોટર વેસ્ટ,ક્લીનીક વેસ્ટ,રેસ્ટોરન્ટ વેસ્ટ,બગડેલા શાકભાજી ફળ ફળાદી વગેરે જેવો જ એક એનીમલ વેસ્ટ પણ પાણી જમીન હવા ને દુષીત કરે છે તેમજ દરીયા કાંઠા કે બોટ વગેરે દ્વારા દરીયામાં આગળનો ભાગ કેનાલો નદીઓ તળાવો પડતર જમીન સુકા ખેતરો કે ડેમના વિસ્તારો વગેરે તો જાણે ટ્રીટેડ કર્યા વગરના પાણી નિકાલ કે વોટર નિકાલના ડમ્પ સાઇટ બની જતા ચારે બાજુથી જે ભેલાઇ ગયુ છે તેમાં લોકજાગૃતિ સાથે વૃક્ષારોપણ અને જતન ની સાથે પોસ્ટર અને ચિત્ર સ્પર્ધા સાથે ફોટોસેશન ની સાથે ક્યા્રક રેલીની સાથે કાયમી ઉકેલ માટે સખત નિયંત્રણ જ આવશ્યક છે આ ઉકરલ છે કે ફરજ પાડો….પણ….આ “ફંડ” અને “મત” નો સમય છે…..ને!!?? વળી આગ તેમજ કોઇ ઇમારત ધસવી વગેરે થી પણ પ્રદુષણ ફેલાઇ છે
દરેક પ્રકારે સ્વચ્છતા અને નિયમ પાલન થાય તો ઘણુ નિયંત્રણમાં આવે તે માટે ઇરાદો ઇચ્છા વિચાર વગેરે પહેલાતો શુદ્ધ હોવા જોઇએ હેલ્ધી ટોક હેલ્ધી વિશ પણ ઘણુ કામ કરે છે પર્યાવરણ જાળવવાનુ માટે જ સારા વિચારો સારી વૃતિ પ્રવૃતિ સારો હેતુ પર્યાવરણ જાળવનારા બની શકે છે લેટસ હેવ હેલ્ધી થોટસ એન્ડ ડીસકશન ધેન હેલ્ધી ઇમ્પ્લીમેન્ટેશન .. નહી તો …….પ્રત્યક્ષ કે પરોક્ષ પર્યાવરણને બગાવડાવાની વૃતિ બેદરકારી કે આંખ આડા કાન કે બેરોકટોક પ્રવૃતિ કે એવુકરવાનો મલીન ઇરાદો……..લોકો કે તંત્ર નહી અટકાવી શકે પણ કુદરત તેની સજા આપશે જ….જ
પ્રદૂષણ થી લોકોને નુકસાન ખેતીની જમીન ને નુકસાન જળસ્રોત ને નુકસાન સાથે સાથે વનસ્પતિ તેમજ પંખી કે પાણીના જીવને પશુઓને પ્રાણીઓને નુકસાન વગેરે થાય છે રસાયણીક પાણી પ્રદુષણથી શાકભાજી ફળ અનાજ વગેરે બગડે છે તેમજ તેનુ તત્વ બલકે છે સરવાળે ખાનારને નુકસાન કરે તેવુ જ નુકસાન જે તે કચરા વેસ્ટ ખાઇને ફરતા પશુઓના દુધ થી થઇ શકે તેમજ શાકાહાર માસાહાર સરવાળે સૌ ને નુકસાન કરે છે હવે તો પ્રીઝર્વેશનમાં ઘણા રસાયણ વપરાય છે તે પણ પ્રદૂષણ જ છે એકંદર નેચરલ ફોર્મ ને ખલેલ પહોંચાડતા નુકસાન કરતા તેની પ્રાકૃતિકતાને બગાડતા દરેક એક્શન એ પ્રદુષણ છે અને action and reaction are equal and opposite( આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે …..આ પ્રકૃતિનો સિદ્ધાંત છે તેમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ કે કોઇ પ્રદુષણ નિવારક પગલા પણ એક હદ બાદ આડા હાથ ન દઇ શકે)
__________________
શા માટે રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિવસ
________________
ભારતમાં 2જી ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે.
મધ્યપ્રદેશના ભોપાલની દુર્ઘટના અથવા ભોપાલ ગેસ દુર્ઘટના એ 2-3 ડિસેમ્બર 1984 ની રાત્રે ભોપાલ, મધ્ય પ્રદેશમાં બની હતી
ભારતના ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ (UCIL) જંતુનાશક પ્લાન્ટમાં રાસાયણિક અકસ્માત હતો. વિશ્વની સૌથી ખરાબ આ ઔદ્યોગિક દુર્ઘટનામાં પ્લાન્ટની આસપાસના નાના નગરોમાં 500,000 થી વધુ લોકો અત્યંત ઝેરી ગેસ મિથાઈલ આઈસોસાયનેટ (MIC)ના સંપર્કમાં આવ્યા હતા. અંદાજે મૃત્યુઆંક પર બદલાય છે, તાત્કાલિક મૃત્યુની સત્તાવાર સંખ્યા 2,259 છે. 2008માં, મધ્યપ્રદેશ સરકારે ગેસ છોડવામાં માર્યા ગયેલા 3,787 પીડિતોના પરિવારના સભ્યોને અને 574,366 ઘાયલ પીડિતોને વળતર ચૂકવ્યું. 2006માં એક સરકારી એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે લીકના કારણે 558,125 ઇજાઓ થઈ હતી, જેમાં 38,478 કામચલાઉ આંશિક ઇજાઓ અને આશરે 3,900 ગંભીર અને કાયમી ધોરણે અક્ષમ ઇજાઓ સામેલ છે. અન્ય લોકોનો અંદાજ છે કે 8,000 લોકો બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા, અને અન્ય 8,000 કે તેથી વધુ લોકો ગેસ સંબંધિત રોગોથી મૃત્યુ પામ્યા હતા
_______________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





