
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના થઇ રહેલ બિનઅધિકૃત ખનન કરનાર પર કોના આશીર્વાદ,સરકારી જમીનનુ થઇ રહ્યુ છે ખનન
જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઉગંતું હોય તેવો ઘાટ, ગુલાબી ઠંડીના જોરે શાંત તો નથી ને…?
સરકાર સરકારી જમીન ને બચાવવા માટે અવનવા કાયદાઓ લાવે છે પરંતુ કેટલેક અંશે કાયદો નુ પાલન ન થતું હોત તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઇ ભૂમાફિયાઓ બે ફામ બન્યાં છે અને સહકારી જમીનનું બિન અધિકૃત રીતે ખનન દિવસે અને દિવસે વધતું જાય છે પરંતુ આના પર પગલાં લેવા જિલ્લાના અધિકારીઓ ને રસ ના હોય તેવુ લાગી રહ્યુ છે
અરવલ્લી જિલ્લાના હાલ મળતી માહિતી તેમજ ચર્ચાઓ ચાલી રહી છે કે ભુમાફીયાઓ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ ને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે અને દીવસ તેમજ રાત ના સમયગાળા દરમિયાન મોટાભાગની સરકારી જમીનનુ ખનન જિલ્લાના તાલુકાના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યુ છે.પરવાનગી વિના કોઈપણ સરકારી જમીન જમીન બિન અધિકૃત રીતે ખનન થઇ શકતું નથી પરંતુ અરવલ્લી જિલ્લામા ખાણ ખનીજ વિભાગ ઊંગમાં હોય તેવુ લાગી રહ્યુ છે જાણે કે જિલ્લાની પ્રજા અભણ અને આંધરી હોય તેમ અધિકારીઓ ને ખબર જ નથી શું તેમને ભૂમાફિયાઓ દ્વારા કોઈ લાલચ તો નથી આપવામા આવી..? માત્ર Ac ની ચેમ્બરમા બેસીને ગુલાબી ઠંડી ની મજા માણી રહ્યાં હોય તેવુ લાગી રહ્યુ છે હાલ ભુમાફીયાઓ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સરકારી જમીન નુ ખનન કરી રહ્યાં છે તે કેટલું ગેરવ્યાજબી છે તે હવે જોવાનું રહ્યુ. અરવલ્લી જિલ્લામા હાલ તાલુકાના વિસ્તારોમાં થઇ રહેલ ખનન પર રોક કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.




