

સમીર પટેલ, ભરૂચ
ભરૂચની ઝઘડિયા GIDCની બિરલા સેન્ચ્યુરી કંપનીના દરવાજે તાળા લટકાવવાનો નિર્ણય કરાતા કામદારોમાં કંપનીના ગેટ ઉપર એકઠા થયા હતાં. કંપનીએ આર્થિક નુકસાનના કારણે બે ડિસેમ્બરથી કંપની બંધ કરવાની દરવાજે નોટિસ લટકાવી દીધી હતી.દોઢ દાયકાથી વધુ સમયથી નોકરી કરતા કામદારોએ બેરોજગાર બનવાની ચિંતા વ્યક્ત કરી હતી.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપની કેટલા સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવી છે હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે, કંપની લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્ષ્ટાઈલને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કર્યું છે.ત્યારે આજે 2જી ડિસેમ્બરના રોજ કંપની ગેટ પર તાળાં લટકાવી દેતાં કામદારો બેરોજગાર બનતા કંપની ગેટ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.જોકે ઘટના પગલે GIDC પોલીસ પણ સ્થળ પર પહોંચી કામદારો સાથે વાતચીત કરી હતી.
આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દિપક ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છે, કંપની છેલ્લા કેટલા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરેલા હતા,તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓ ના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહેલી છે, નાણાંકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી મુશ્કેલી ઓનો સામનો કરતી આવેલી છે.જેના કારણે કંપની બંધ કરવાની ફરજ પડી છે.જોકે આજના સમયમાં લોકો નોકરી માટે આમ તેમ ફાંફાં મારી રહ્યા છે ત્યારે એક કંપની બંધ થતાં ઘણા કામદારો બેરોજગાર બન્યા છે.




