JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

PGVCLના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ હોય એમ દરરોજ દુષ્કર્મના સમાચારો સામે આવી રહ્યાં છે. જામનગરમાં ગયા મહિને સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી, હવે ફરી  જામનગરમાં દુષ્કર્મની ઘટના બની છે, જેમાં  PGVCLના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું છે. જામનગરમાં PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણાએ 2021થી 2024 દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર દુષ્કર્મ આચર્યું છે. હિતેન્દ્રસિંહ રાણા 2021થી 2024 દરમિયાન જામનગર વીજસર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતાં, હાલ  રાજકોટ વીજતંત્રમાં ઈન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
પીડિતાનો પતિ કોન્ટ્રાક્ટર જે તે સમયે જેલમાં ગયો હતો, એ દરમિયાન બાકી નીકળતા નાણા અંગે  હિતેન્દ્રસિંહ રાણા અને કોન્ટ્રાક્ટરની પત્ની એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા, જે બાદ 2021થી 2024 દરમિયાન PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાએ 5 વાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!