BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે એન.એસ.એસ. અંતર્ગત સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

3 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે એન.એસ.એસ. પ્રોગ્રામ અંતર્ગત સ્તન કેન્સર જાગૃતિ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન, માવજત હોસ્પિટલ, પાલનપુર માંથી બનાસકાંઠા જિલ્લા કો ઓર્ડીનેટર શ્રીમતી જિજ્ઞાસાબેન જોશી ઉપસ્થિત રહયા હતા. શાળાની બહેનો દ્વારા તેમનું સાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. જિજ્ઞાસાબેને શાળાની ધોરણ 9 થી 12 ની તમામ વિદ્યાર્થિનીઓ તેમાં શાળાની શિક્ષિકા બહેનોને તમામ પ્રકારના કેન્સર વિશે વાત કરી હતી પણ તેમને અત્યારે સ્તન કેન્સર વિદ્યાર્થિનીઓથી લઈને મહિલાઓમાં કેમ વધી રહ્યું છે તેના વિશે માહિતી આપી હતી. સ્તન કેન્સર ક્યાં કારણોસર થાય છે અને તેને રોકવા માટેના કયા કયા ઉપાયો છે. આ કેન્સર થાય તો આપણને કેવી રીતે ખબર પડે છે અને તેના માટે આ ફાઉન્ડેશન કેવી રીતે મદદરૂપ બની શકે છે. તે માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. શાળાની શિક્ષિકા બહેનોએ તેમજ વિદ્યાર્થીનીઓએ તેમનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!