શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ માં વાલી શિક્ષક પરિસંવાદ યોજાયો
3 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં શિક્ષક વાલી પરિસંવાદ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, પાલનપુરના સિનિયર લેકચરર ડો. વર્ષાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહયા હતા. જેમનું શાળાના શિક્ષિકા નેહાબેન સોની દ્વારા પુસ્તક અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના તમામ વાલીઓ ઉપસ્થિત રહયા હતા. આ પરિસંવાદમાં શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ તમામ વાલીઓને સંબોધન કર્યું હતું અને વાલીઓને શાળાકીય બાબતો વિશે, બાળકોના અભ્યાસ વિશે અને તેમના પ્રથમ વાર્ષિક પરીક્ષાના પરિણામ વિશે જાણકારી આપી અને તેમાં કેવી રીતે સુધારો કરી શકાય અને આવનારી બોર્ડની પરિક્ષામાં કેવી રીતે સારું પરિણામ મેળવી શકાય અને શાળાની પ્રવૃત્તિઓ અને શિસ્ત સંબંધિત બાબતો વિશે ચર્ચા કરી હતી. ડો. વર્ષાબેન પ્રજાપતિએ વાલીઓને પોતાના બાળકોને કેવી રીતે અભ્યાસ કરવા માટે પ્રેરી શકાય. તેમને બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ વિશે અને વિદ્યાર્થીઓ તેમના જીવનમાં મળનારી સફળતાને પચાવતા અને નિષ્ફળતાનો સ્વીકાર કેવી રીતે કરી શકાય. શિક્ષકો અને બાળકો સાથે કેવો વ્યવહાર કરવી જોઈએ તે બાબતે ઉદાહરણ સહિત વાલીઓને સમજાવ્યા હતા. તેમજ શાળાના શિક્ષકશ્રી રણજિતસિંગ પાલરે એ વાલીઓને શાળા વિશે માહિતી આપી હતી અને તમામ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.