હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સર્જાયો અકસ્માત,વરવાડા ગામેથી બાઇક લઈ સંબંધીની ખબર જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો,ત્રણ ઇજાગ્રસ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧૨.૨૦૨૪
કાલોલ તાલુકાના વરવાડા ગામેથી મોટરસાયકલ લઈ સંબંધીની ખબર જોવા વડોદરા સયાજી હોસ્પિટલ ગયેલા પરિવાર ને ગતરાત્રે હાલોલ વડોદરા રોડ ઉપર અકસ્માત થતા ઇજાગ્રસ્ત બે ને સારવાર લેવા માટે રાત્રે ફરીથી સયાજી હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો હતો.સંબંધીની ખબર જોઈને પરત ફરી રહેલા આ પરિવારના બે સભ્યો હવે સયાજી હોસ્પિટલમાં સંબંધીની સાથે સારવાર લઈ રહ્યા છે.હાલોલ વડોદરા રોડ ઉપર બાસ્કા નજીક આવેલી પોલીકેબ કંપની સામે ગતરાત્રે માર્ગ અકસ્માતમાં મોટરસાયકલ ઉપર વડોદરાથી હાલોલ તરફ આવી રહેલા વરવાડા ગામના એક પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા.જેઓ ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલના તબીબો એ તમામને પ્રાથમિક સારવાર આપી મોટરસાયકલ ચાલક તેમજ અન્ય એક સવારને વધુ સારવારની જરૂરિયાત જણાવતા વડોદરા રીફર કર્યા હતા.કાલોલ તાલુકાના વરવાડા ગામે રહેતા ગૌરાંગ કુમાર ઉદેસિંહ પરમાર,ધર્મિષ્ઠાબેન ગૌરાંગભાઈ પરમાર અને ગીતાબેન હસમુખભાઈ પરમાર ગઈ કાલે વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેઓના સંબંધની ખબર જોવા માટે ગયા હતા.જેવો મોટરસાયકલ ઉપર રાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા.ત્યારે હાલોલ નજીક બાસ્કા પાસે એક બ્રેક ડાઉન થયેલી લોડિંગ ટ્રક માં તેઓની મોટરસાયકલ ધડાકાભેર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હાલોલ સરકારી હોસ્પિટલના તબીબોએ ગૌરાંગ પરમારને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી અને ગીતાબેન પરમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ધર્મિષ્ઠાબેન પરમારને હાથમાં અને માથામાં નાની મોટી ઈજાઓ પહોંચી હોવાથી તેઓને અત્રે સારવાર અપવામાં આવી હતી.










