MORBI:બાંગ્લાદેશમાં હિંદુ પર થતા અત્યાચારના વિરોધમાં હિંદુ અસ્મિતા મંચનું મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
MORBI:બાંગ્લાદેશમાં હિંદુ પર થતા અત્યાચારના વિરોધમાં હિંદુ અસ્મિતા મંચનું મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિંદુઓ વિરુદ્ધ હુમલા થઇ રહ્યા છે કટ્ટરવાદીઓ હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં હિંદુ અસ્મિતા મંચ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું
હિંદુ અસ્મિતા મંચ મોરબી દ્વારા કલેકટર મારફત દેશના વડાપ્રધાનને આવેદન પાઠવી જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં વધારો થયો છે હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઇ રહ્યા છે સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો થતા રોકે. અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના પુ.સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિંદુઓ પર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે જેનો વિરોધ નોંધાવ્યો છે પૂજ્ય સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવી અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો