GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શિક્ષણ-શાસન,પ્રશાસનની અવગણના

બાળકો દેશનું ભાવિ છે-તેમ બોલ્યા રાખવાથી શું થશે?? કઇક ઠોસ કરો…

 

જામનગર (ભરત ભોગાયતા)

વીરબાઇ જલીયાણ વાલીમંડળ જામનગર દ્વારા શિક્ષણ ક્ષેત્રના ગંભીરમુદાઓ અંગે આવેદન પત્ર અપાયુ છે જેના દરેક મુદા અભ્યાસ બાદનો પરીપાક છે એક ફકરો લખવા ચિંતન કરવુ પડે ત્યારે બે પેજના આવેદન બાદ શાસન પ્રશાસન કઇક તો કરે તેવી અપેક્ષા સાથેની વિષદ છણાવટ પ્રસંશનીય છે

તટસ્થ રીતે,કલમથી,લોકોના હિત માટે,ભારતના ભવિષ્ય માટે ઝુંબેશ હાથ ધરવી એ સહેલુ છે??

સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ મજીઠીયા પાસે લેખીત મૌખીક રજુઆતો આવતી હોય છે સૂચનો મળતા હોય છે લોકોની આશા જોડાયેલી હોય છે કે નિસ્વાર્થ ભાવથી કામ કરતુ આ વાલીમંડળ અવાજ ઉઠાવશે તો તંત્ર ધ્યાન આપશે કેમકે કિશોરભાઇ મજીઠીયાની આગેવાનીમાં  થયેલી અનેક રજુઆતોથી હાલારમાં લોકોને સીધા સ્પર્શતા  અનેક મુદાઓ અંગે ઉકેલ આવ્યા છે

બીજી એક જાણકારોમાં ચર્ચા છે કે સરકાર કે સીસ્ટમ……

સામાન્ય રીતે દિલ્હીમાં મોદી સાયબ સવારે બોલે તો બપોરે સાવરણા લઇ નીકળી પડે છે

સવારે કહે  કે “ફલાણા”નો વિરોધ કરવા માંડવા બાંધી રોડ ઉપર બેસો …..તો શાસક પક્ષ કોઇ વિપક્ષના વ્યક્તિ સામે ધરણા કરવા માંડે છે….!!!

બપોરે કહે કે “ગીત ગાવ” કે અમે સૌથી સરસ છીએ……તો સાંજે  …..જ્યારે સૌ કામકાજ આટોપવાના મુડમાં હોય ત્યારે ગીત ગાવા મંડે છે

રાતે કહે કે કાલ માધ્યમોમાં એક “મારો” ફોટો બીજો “મૃદુ” ફોટો મુકી  એક તો કેન્દ્ર સરકાર બીજી ગુજરાત સરકાર શ્રેષ્ઠ છે સમગ્ર વિશ્ર્વમાં તેવા ચિત્રો વાક્યો મુકો…….ને સવારે સૌ ઉઠે ત્યારે  એ ગાણા  જુએ   છે કે …..”જો તો ખરી……”

પણ દવાખાનાઓની લાઇન, બાળકોના શિક્ષણનો ભાર ઉપાડતા મા બાપ, ખાડાથી ગુમાવાતા વ્હાલસોયા, રેશન ની લાઇનમાં ઉભેલા નિમાણા લોકો, દાખલા કઢાવવા ખંખેરાતા લોકો,લોન લેવા ધક્કા ખાતા લોકો………..વગેરે…વગેરે….વગેરે…..આ દ્રશ્ય “તમે જેના ગાણા ગાવ છો ” એના જ છે…..એ વાસ્તવિકતા સ્વીકારો…….તેમ અભ્યાસુઓ કહે છે

બાળકોનું પોષણ,શિક્ષણ,આરોગ્ય,સાનુકુળ વાતાવરણ ……બધુ જ આપશો ને અમલ કરાવશો તો ભારતનુ ભાવિ મજબૂત બનશે ને?? કે માત્ર વિકસીત ભારત ના પ્રચારથી કે સોશ્યલ મીડીયામાં લખવાથી ભારતનો વિકાસ થઇ જશે??

હવે બાળકોની મુળભૂત બાબત અંગે સરકારે ખુદ જ જાગૃત રહેવાનુ હોય ને?? પણ ઉપરથી ગીત આવે તે ગાવામાંથી જ ફુરસદ ક્યાં છે?? અને લોકો રજુઆત કરે કે માથા પછાડે તો ય નથી સાંભળવુ કાં તો કે ઉપરથી નથી આવ્યુ…..બધે પ્રસાશનમાં આ “ઉપરથી કહે તે જ કરવુ”નુ જે દુશદણ ઘુસ્યુ છે એથી શાસન પ્રસાશન ના ભલા થાતા હોય બાકી પ્રજાનુ ભલુ ન થાય……કેમકે સીસ્ટમ્સ જવાબદારી લેતુ જ નથી…….ખુદ સી.એમ. જવાબદારી ન લે અને માર્ગદર્શન જ આપે હુકમ કરે જ નહી …..તો નીચે સુધી બધા માર્ગદર્શન આપે છે હુકમ કોઇ કરતુ જ નથી કાં તો ન કરવાના હુકમ કરે કાં તો કે ઉપરથી સુચના છે…….તંત્રને માત્ર કોઇ એક પક્ષના જુજ કાર્યકર્તાઓ પુરતુ કાર્યરત રાખવાની અણઘડતા પોતાના સ્વાર્થનું તંત્ર…..આ બધુ જ ભુલકાઓનુ શુ ભાવિ છે તે ભુલી ગયુ છે અને ઢંઢોળવા છતા……નહી….એટલે….નહી…..

અરે કૃષીપ્રધાન રાષ્ટ્રમાં  ભારે વરસાદમાં જે  નબળા ખેડૂતોના પાક ધોવાય ગયા હોઇ તેના સર્વે ન થાય ને તે ખેડૂત પાંચ દસ હજારની સહાય માટે આશા ભરી નજરે અરજીઓ કરે…..પણ….ના…  સામે નહી જોવાનુ …….સભાઓમાં બોલવાનુ કે……ઉપરથી અમારા દાદા જે સૌની ચિંતા કરે છે અમારા બાપા તે દાદા કહે તેમ કરે છે અમે એ દાદા ને બાપા નચાવે એમ નાચીએ છીએ માટે રાજ્યમાં અને દેશમાં સુર્યોદય પણ અમારાથી જ થાય છે……ત્યાં સુધી પ્રચાર માટે લડી લે છે……બોલો…..પ્રચાર મુજબ વાસ્તવમાં શું છે?? લોકો જાણે જ છે

બાળકોના ભણતર માટે કિશોરભાઇ  મજીઠીયાએ તેમની સંસ્થા  તિમિર વચ્ચે કોડીયુ બની રજુઆતનો પ્રકાશ ફેંક્યો છે  એટલા માટે કે કોઇપણ રાષ્ટ્રનો પાયો શિક્ષણ પોષણ અને આરોગ્ય છે માટે પાયો મજબુત કરો તેમાં ભેળસેળ તો ન કરો…..!! શિક્ષણ ની નિતિનો અમલ કરાવવા આવેદન આપવા પડે છે તો ય અંખ ઉઘાડવી જ નથી કાં તો કે અમે તો “ભક્તો”છીએ અમારા ઇષ્ટ કહે તો જ થાય………

વીરબાઇ જલીયાણ વાલી મંડળની ગંભીર રજુઆતો ,બાળકોના શિક્ષણ માટે ખૂબ આવશ્યક છે જો આજ અમલ થાતો હોય તો કાલ ન કરવી જોઇએ એટલી ઝડપથી અમલ કરવાના મુદાઓછે જે અહી એઝ ઇટ ઇઝ પ્રસ્તુત છે

______________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist ( gov.accre.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!