કડાણા ડાબા કાંઠા નહેરમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાને કારણે ખેડૂતોને પાણી વિના નુકસાન વધવાનો વારો આવ્યો
કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેર નિયમિત સાફ સફાઈ ન થતા ખેડૂતોમાં રોષ ની લાગણી પ્રગટી

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…
તા.૩/૧૨/૨૪
કડાણા બંધનું પાણી ખેડૂતો ને ખેતી માટે મલે તે માટે કડાણા ડાબા કાંઠા નહેર કાઢવામાં આવી ,તેમાંથી માઈનોર કેનાલો કાઢવામાં આવી પરંતું આ કેનાલની સાફસફાઈ ને કેનાલો માં જામેલ સીલટીગ ની સાફ સફાઈ દરવરસે નિયમિત રીતે નહીં કરાતાં કેનાલો માં અને માઇનોર કેનાલોની માત્રને માત્ર કાગળ પર થતી સાફ સફાઈના કારણે ખેડૂતોને ખેતી માટે નું પાણી પુરતું નહીં મલતા ને ધણી વખત માઈનોર કેનાલો ની અંત સુધી પાણી નહીં પહોંચતું હોઈ ખેડૂતો નુકસાનની ભીતિ રહે છે.
કડાણા ડેમ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફતે મહીસાગર જીલ્લાના 130 જેટલા ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે જેમાં કડાણાના 40 અને લુણાવાડા ના 90 ગામની 11000 હેકટર જમીનમાં સિંચાઇનું પાણી અપાય છે. દર વર્ષની જેમ હાલમાં કેટલીક મુખ્ય કેનાલની સાફ સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક વિસ્તારોની મુખ્ય કેનાલ તેમજ મોટા ભાગની માઇનોર કેનાલોની સાફસફાઈ કાગળ પર કરવામાં આવતી હોવાના કારણે ખેડૂતોની નુકસાન વેઠવાનો વારો આવે છે જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી છે.
લુણાવાડા તાલુકાનાં કડાણા ડાબા કાંઠાની કેનાલની પરમપુર માઇનોર કેનાલ આવેલી છે આ કેનાલની અંદર સાફ-સફાઈ ન કરતા આગળના ગામોમાં પાણી જતું અટકી જાય છે અને પાણીનો બગાડ થાય છે. ખેડૂતો વારંવાર સુપરવાઇઝરને રજૂઆત કરે છે પરંતુ કેનાલો સાફ કરવામાં આવતી નથી જેના કારણે પાણીનો ખૂબ બગાડ થાય છે. સાફસફાઈના અભાવે કેનાલની આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જમીનનો ખેતીલાયક રહેતી નથી એટલે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થાય છે.
કેનાલની આસપાસ ખૂબ જ ઝાડી ઊગી નીકળી હોવાના કારણે સાપ જેવા ઝેરી જનાવર પણ ભરાઈ રહે છે જે ખેતીકામ કરતાં ખેડૂતોને નુકસાન કરે છે. દર વર્ષે કેનાલ સાફ સફાઈના લાખો રૂપિયા વપરાય છે પરતું કેટલાક વિસ્તારની કેનાલો સાફ કરી ફોટા પાડી તમામ કેનાલોની સાફ સફાઈ દર્શાવી દેવાય છે જેના કારણે અનેક વખત કેનાલોમાં કચરો, ઝાડી ઝાખરા ભરાઈ જવાના કારણે ઓવરફ્લો પાળા તૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વર્ષે પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને માઇનોર કેનાલો તો હજુ પણ ઝાડી ઝાંખરાં અને કચરાથી ભરેલી છે.
ત્યારેસિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમની એસી ચેમબર માથી બહાર આવી ને કેનાલોની પ્રત્યક્ષ સ્થળ પર જઈને નિરીક્ષણ કરવા જાય તો તેમને સાચી હકીકતો ની જાણકારી મળે.
બોક્સ
પરમપુર માઇનોર કેનાલ પર પટ્ટણ, તણસીયા ગોરાડીયા કાકચીયા એમ અનેક ગામોના ખેડૂત સિંચાઇનો લાભ મેળવે છે છે. હાલ આ માઇનોર કેનાલ સોનેલા થી અહીં સુધી સાફ કરવામાં આવેલ નથી તેથી પાણી પૂરેપૂરું આવી શકતું નથી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ને ખેતી માટે નું પુરતું પાણી જેથી ઉપલબ્ધ થતું નથી
-મિતેશ પટેલ (સ્થાનિક ખેડૂત) ચેનપુર





