Navsari: વાંસદા નેશનલ પાર્ક નજીક આવેલ આંબાબારી ગામે ૬ વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા લોકોમાં ભય..

*વાત્સલ્યમ સમાચાર*
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ
વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામ ખાતે વહેલી સવારે ૬ વર્ષીય દીક્ષિણ ચૌહાણ પર આકસ્મિક દીપડાએ હુમલો કરતા ગળા અને ગાલના ભાગે પંજો મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત દીક્ષિત ચૌહાણને લોહી લુહાણ હાલતમાં વાંસદા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળક પર હુમલો થતા આંબાબારી ગામના ગ્રામજનો સહિત આજુબાજુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.જ્યારે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં અધિકારીઓ હરકતમાં આવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ નેશનલ પાર્ક નજીક આવેલ આંબાબારી ગામે આજે વહેલી સવારે ૬ વર્ષીય બાળક કુદરતી હાજતે જતી વખતે દીપડાએ અચાનક હુમલો કરતા ગબરાઈ ભાગવાની કોશિશ દરમ્યાન દીપડાએ પંજાથી હુમલો કરતા ગાલ,ગળા અને ગરદનના ભાગે પંજાથી હુમલો કરતા લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો ઇજાગ્રસ્ત દીક્ષિત ચૌહાણને તાત્કાલિક વાંસદા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું ડોકટરોએ ઈજાગ્રસ્ત ૬ વર્ષિય દીક્ષિત ચૌહાણ ૬ ટાંકા લઈ વધુની સારવાર હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.



