BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ ભૂલકાં મેળામાં જિલ્લાના બાર ઘટકની 1374 આંગણવાડી ના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ નું નિદર્શન કરાયું હતું. બાળકોના સાંસ્કૃતિક કર્યકમનું પણ આયોજન કરાયું હતું. ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઊલે પણ ભૂલકાં મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભૂલકાં મેળામાં બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થા થી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર, આરોગ્ય તેમજ શિક્ષણ તથા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વતા વાલીને સમજાવવામાં આવી હતી જેમાં આગણવાડીની બહેનો પણ ઉપસ્થિત રહી હતી.




