BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોનો વિરોધ, ધરણા સહિત રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ હિન્દુ સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે.આ અત્યાચાર ના વિરુદ્ધ માં ભરૂચ ઇસ્કોનના પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજી મુક્તાનંદ સ્વામી સોમદાસ બાપુ, કુકરવાડા આશ્રમના લોકેશન નંદ
સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિ પણ માહોલ વચ્ચે ધારણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી એ આવીને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે સંતશ્રી ચિન્મય કૃષ્ણ દાસજી ને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે,બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા,પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની માંગ સાથે રજુઆત કરી હતી..

Back to top button
error: Content is protected !!