ભરૂચના અયોધ્યા નગરના મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો, ડ્રોવરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ 22.69 લાખની ચોરી કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ આગળની ગ્રીલનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી રોકડા રૂ.1.50 લાખ અને સોના-ચાંદીના દાગીના કિં.રૂ. 21.19 લાખ મળીને કુલ 22.69 લાખની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસે દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે.તસ્કરો બે ખોફ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચના અયોઘ્યા નગર સોસાયટીમાં આવેલા મકાન નંબર 2559 માં સતીશકુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે. તેઓ 21મી નવેમ્બરના રોજ સવારના મકાનને તાળું મારીને ઉત્તર પ્રદેશ (U.P) ખાતે ગયા હતા. ત્યારબાદ આજે સવારે 3 જી ડિસેમ્બરના રોજ સવારે પાંચેક વાગે પરત ભરૂચ આવ્યાં હતા. તે સમયે તેમના મકાનનો મુખ્ય લોખંડનો દરવાજાનો નકુચો તૂટેલો નજરે પડતા જ હોશ ઉડી ગયા હતાં. ત્યારબાદ મકાનમાં તપાસ કરતા લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમાં ડ્રોવરમાં મુકેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ તેઓએ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે કરતાં પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી એફએસએલ,ડોગ સ્કોડની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં નોધાયેલી ફરિયાદ મુજબ ચોરાયેલી વસ્તુઓમાં સોનાની બંગડી નંગ-8 આશરે 40.00 ગ્રામ- કિ.રૂ. 2,60,000,સોનાનું જૈટ્સ બ્રેસલેટ-02 આશરે 10 ગ્રામ-કિ.રૂ.60,000, સોનાનું લેડીઝ બ્રેસલેટ-01 આશરે ૦૬ ગ્રામ- કિ.રૂ.31,000, સોનાનું ચોકર નેકલેસ નંગ-01 આશરે 10 ગ્રામ કી.રૂ.60,000, સોનાનું એટીક નેકલેસ નંગ-01 આશરે 1 10 ગ્રામ કિ.રૂ.60,000, સોનાનું ડાયમંડ સેટ નંગ-01 આશરે 18.00 ગ્રામ કિ.રૂ.1,00, 000,સોનાનું ડાયમંડ અંગુઠી નંગ-03 આશરે 10 ગ્રામ કિ.રૂ.60,000, સોનાનું માંગટીકા નંગ-03 આશરે 1.5 ગ્રામ કિ.રૂ. 8,000,સોનાની નથણી નંગ-02 આશરે 10 ગ્રામ કિ.રૂ.60,000, સોનાની રીંગ નંગ-12 આશરે 05 ગ્રામ કિ.રૂ.30,000, સોનાની ચેઇન નંગ-04 આશરે 48 ગ્રામ કિ.રૂ.2,88,000,સોનાની ઇયરીંગ જોડ-12 આશરે 40 ગ્રામ કિ.રૂ.2,40, 000,સોનાની બુટિક નંગ- 01 આશરે 01 ગ્રામ કિ.રૂ.6,000,સોનાના 24 કેસ્ટના બિસ્કિટ નંગ-06 આશરે 50 ગ્રામ કિ.રૂ. 3,50,000, સોનાનું મંગળ સુત્ર નંગ-02 આશરે 70 ગ્રામ કિ.રૂ. 4,20,000,સોનાનું પેડલ નંગ-01 આશરે 06 ગ્રામ કિ.રૂ.30,000, ચાંદીની પાયલ નંગ-01 આશરે 10 ગ્રામ કિ.રૂ.800, ચાંદીનાં હાથશંકર નંગ-02 આશરે 20 ગ્રામ કિ.રૂ. 1500,ચાંદીના નાના-મોટા બિસ્કિટ નંગ-13 આશરે 600 ગ્રામ કિ.રૂ.48,000,ચાંદીના સિક્કા નંગ-07 આશરે 15 ગ્રામ કિ.રૂ.1200 અને રોકડા રૂપિયા 1,50,000 મળીને કુલ 22,69,500 ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.




