જાંબુઘોડા:કણજીપાણી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧૨.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતાં તેઓના પાર્થિવ દેહને આજે બુધવારે માદરે વતન લાવીને આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંત્યેષ્ટિ કરવામાં આવી હતી.જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના કરણસિંહ અંદરસિંહ રાઠવા વર્ષ ૨૦૦૮ માં આર્મીમાં જોડાયા હતાં અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા હતા,ત્યારે ગતરોજ જમ્મુ કાશ્મીર ખાતે ફરજ ફરમિયાન કરણસિંહ રાઠવાને બ્રેઈન હેમરેજ થતાં જમ્મુની બેસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતાં.જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું જમ્મુ કાશ્મીર ખાતે આર્મી જવાનનું નિધન થતાં તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા લાવવામાં આવ્યો હતો.અને વડોદરાથી કણજીપાણી સુધી આર્મી ની ખાસ વાન મારફ્તે પાર્થિવ દેહ આજે બુધવારે માદરે વતન લાવવામાં આવ્યો હતો,જ્યાં આર્મીના પ્રોટોકોલ મુજબ તેઓને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.જેમાં આર્મીના જવાનો,જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઈ પી.આર.ચુડાસમા,જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાંબુઘોડા તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.











