
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પુજનીય સંત ચિન્મય કૃષ્ણદાસજી ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તથા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરવા માટે ડાંગ જિલ્લા માનવ અધિકાર હિત રક્ષા સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે.હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો રોકે.આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂ.સંત ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે.જે કૃત્ય પણ અમાનવીય છે.ત્યારે પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજી ને તાત્કાલિક મુક્ત કરવાનાં પ્રયાસ કરવામાં આવે,બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા,હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા,અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો વગેરે માંગ સાથે ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ડાંગ જિલ્લાના સંતશ્રી પી.પી.સ્વામીજી, સંતશ્રી રોહિની નંદનદાસ હરે કૃષ્ણા મુમેન્ટ સુરત તેમજ તેમજ વિવિધ સંપ્રદાયના સંતો અને ડાંગ જિલ્લા માનવ હિત રક્ષા સમિતિનાં આગેવાનો તેમજ હિંદુત્વ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી..





