CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પરમાર,,નસવાડી
છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.૦૩/૧૨/૨૦૨૪ના રોજ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત કવાંટ તાલુકાના ઇંગલિશ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
મહિલા અને બાળ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજનાની માહિતી આપેલ સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ દ્વારા બાળ લગ્ન વિશેની માહિતી આપી હતી.પ્રોગ્રામમાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહેલ તેમજ વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીઠ ૧,૧૦,૦૦૦ની ૩,૩૦,૦૦૦ની સહાય આપવામાં આવી હતી
આ અવસરે ઉપસ્થિત સમાજ સુરક્ષા સહાયક,PBSC સ્ટાફ શાળાના આચાર્યશ્રી,મહિલા અને બાળ અધિકારીના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.






