DANGGUJARAT

Dang: સુબીર તા.પંચાયતનાં ટીડીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો,લાખો રૂપિયાનું ચલણ બનાવીને સાચી માહિતી છુપાવવાનો પ્રયાસ !.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારી દ્વારા માહિતી છુપાવવા માટે નવા નવા અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ રાકેશ પવાર દ્વારા સુબીર તાલુકાના વિકાસ લક્ષી કામો અને સ્વચ્છતા બાબતે માહિતી માંગવામાં આવી હતી.જોકે અહીં અરજદારને ગેરમાર્ગે દોરવા માટે માહિતી અધિકારી એવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાખો રૂપિયાનું ચલણ બનાવીને માહિતી છુપાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ રાકેશ પવાર દ્વારા સુબીર તાલુકાના વિકાસલક્ષી કામો અને સ્વચ્છતાના કામોને લઈને માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ સુબીર તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગી હતી. જો કે તાલુકા વિકાસ અધિકારી માહિતી છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કારણકે જાહેર માહિતી અધિકારી એવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાખો રૂપિયાનું ચલણ બનાવી દેવામાં આવેલ છે. જેમાં રાકેશ પવાર દ્વારા માંગવામાં આવેલ એક માહિતી માટેનું ચલણ 1.99 લાખ રૂપિયા તથા અન્ય એક માહિતીના ચલણના 3.74 લાખ રૂપિયા ગણાવી દેવામાં આવેલ છે. ત્યારે અહીં માહિતી અધિકારી એવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા માહિતી છુપાવીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે, સુબીર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખરેખર માહિતી છુપાવીને પોતાનો પાંગળો બચાવ કરવામાં આવી રહ્યો છે ? કે પછી ખરેખર લાખો રૂપિયાનું ચલણ બનવા પામે છે ? જેથી સુબીર તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.જોકે આ સમગ્ર મામલાને લઈને એડવોકેટ રાકેશ પવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, જાહેર માહિતી અધિકારી એવા સુબીર તાલુકા વિકાસ અધિકારીએ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર કરીને તેની માહિતી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે.જાહેર માહિતી અધિકારી જો સાચી માહિતી આપવા અખતરા કરી રહ્યા છે તેની સામે આયોગમાં ફરિયાદ કરીશ અને જરૂર પડે તો હાઇકોર્ટમાં પણ પિટિશન કરવાની તજવીજ હાથ ધરીશ..

Back to top button
error: Content is protected !!