ઓડી ઈન્ડિયા દ્વારા બહુપ્રતિક્ષિત નવી ઓડી Q7 રજૂ કરાઈ
ભારતમાં આજ સુધી 10,000 ઓડી Q7નું વેચાણઃ એસયુવી ક્ષેત્રમાં વર્ચસ.

ઓડી Q7નું નવું એક્સટીરિયરઃ
– આધુનિક બ્રાન્ડ ઓળખ માટે આગળ અને પાછળ નવી 2-પરિમાણીય રિંગ.
– વર્ટિકલ ડ્રોપલેટ ઈનલે ડિઝાઈન સાથે નવી સિંગલ- ફ્રેમ ગ્રિલ હાજરીને બહેતર બનાવે છે.
– વધુ આક્રમક લૂક માટે નવું એર ઈનટેક અને બમ્પર ડિઝાઈન.
– નવેસરથી ડિઝાઈન કરાયેલા એક્ઝોસ્ટ સિસ્ટમ ટ્રિમ્સ સહિત નવા ડિફ્યુઝર.
– બહેતર વિઝિબિલિટી અને સ્ટાઈલ માટે ડાયનેમિક ઈન્ડિકેટર્સ સાથે મેટ્રિક્સ LED હેડલેમ્પ્સ.
– 5 ટ્વિન- સ્પોક ડિઝાઈન સાથે નવાં ડિઝાઈન કરાયેલાં R20 એલોય વ્હીલ્સ.
ઓડી Q7નું નવું ઈન્ટીરિયરઃ
– બેન્ગ એન્ડ ઓલુફસન પ્રીમિયમ 3D સાઉન્ડ સિસ્ટમ (19 સ્પીકર, 730 વેટ્સ).
– પ્રીમિયમ કમ્ફર્ટ માટે એર આયોનાઈઝર અને અરોમેટાઈઝેશન સાથે 4-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ.
– વાયરલેસ ચાર્જિંગ સાથે ઓડી ફોન બોક્સ.
*પાંચ આકર્ષક એક્સટીરિયર રંગોમાં ઉપલબ્ધ- સખીર ગોલ્ડ, વાયતોમો બ્લુ, માયથોઝ બ્લેક,
સમુરાય ગ્રે અને ગ્લેશિયર વ્હાઈટ.
*બે આકર્ષક ઈન્ટીરિયર રંગના વિકલ્પોઃ સેડાર બ્રાઉન અને સાયગા બીજ.
મુંબઈ, 28મી નવેમ્બર, 2024: જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં નવી ઓડી Q7 રજૂ કરવામાં આવી. નવી ઓડી Q7 ડાયનેમિક સ્પોર્ટિનેસ અને રિફાઈન્ડ મનોહરતાનું ઉત્તમ સંમિશ્રણ આલેખિત કરે છે, જ્યાં દરેક બારીકાઈ આધુનિકતા અને તાકાત દર્શાવે છે. આકર્ષક ડિઝાઈન અપડેટ્સ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે નવી ઓડી Q7 લક્ઝરી એસયુવી સેગમેન્ટમાં નવું સીમાચિહન સ્થાપિત કરે છે.
પ્રકાર કિંમત (એક્સ- શોરૂમ)
ઓડી Q7 પ્રીમિયમ પ્લસ
ઓડી Q7 ટેકનોલોજી
ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બલબીર સિંહે જણાવ્યું હતું કે, “આજ સુધી અમે ભારતમાં 10,000થી વધુ ઓડી Q7 વેચી છે અને વર્ષોથી બેસ્ટ સેલર રહેલી અમારી ફ્લેગશિપ વસાવવા માટે એકધારી ઈચ્છા અને પ્રેમનો આ દાખલો છે. નવી ઓડી Q7 નવી ડિઝાઈન, અનેક અપડેટેડ વિશિષ્ટતાઓ અને ક્વેટ્રો ઓલ-વ્હીલ ડ્રાઈવ તથા 3L V6 એન્જિન સાથે આવે છે. મને
વિશ્વાસ છે કે નવી ઓડી Q7 ડ્રાઈવ કરવાનું અને ડ્રિવન થવાનું પણ ગમે તેવા એસયુવી ખરીદદારોને આકર્ષશે.”
રૂપરેખાઃ
ડ્રાઈવ અને પરફોર્મન્સ:
*મજબૂત 3.0L V6 TFSI એન્જિન દ્વારા પાવર્ડ તે 340 hp અને 500 Nm ટોર્ક પ્રદાન કરે છે, જે ઉત્કૃષ્ટ કામગીરી અને કાર્યક્ષમતા માટે 48V માઈલ્ડ હાઈબ્રિડ ટેકનોલોજી સાથે વધુ બહેતર બને છે.
* પ્રતિકલાક 250 કિમી ટોપ સ્પીડ સાથે ફક્ત 5.6 સેકંડ્માં તે પ્રતિકલાક 0થી 100 કિમી સુધી એક્સિલરેટ થાય છે, જે તેની આકર્ષક કામગીરીની ક્ષમતા દર્શાવે છે.
* સર્વ ડ્રાઈવિંગની સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ ટ્રેકશન અને સ્થિરતા માટે ક્વેટ્રો પર્મનન્ટ ઓલ- વ્હીલ ડ્રાઈવ.
* વર્સેટાઈલ ડ્રાઈવિંગ અનુભવ માટે એડપ્ટિવ એર સસ્પેન્શન અને ઓફફ-રોડ મોડ સહિત 7 ડ્રાઈવિંગ મોડ્સ સાથે ઓડી ડ્રાઈવ સિલેક્ટથી સુસજ્જ છે.
* તેમાં સહજ પાવર ડિલિવરી માટે સ્મૂધ- શિફ્ટિંગ એઈટ- સ્પીડ ટિપટ્રોનિક ટ્રાન્સમિશન છે.
એક્સટીરિયરઃ
* બોલ્ડ નવી ડિઝાઈનમાં ડાયનેમિક ઈન્ડિકેટર્સ અને LED રિયર કોમ્બિનેશન લેમ્પ્સ સાથે મેટ્રિક્સ LED હેડલેમ્પ્સ વિઝિબિલિટી અને સ્ટાઈલને પણ બહેતર બનાવે છે.
* અત્યાધુનિક 5 ટિવન- સ્પોક ડિઝાઈન સાથે નવાં R20 એલોય વ્હીલ્સની રજૂઆત.
* વર્ટિકલ ડ્રોપલેટ ઈનલે ડિઝાઈન સાથે નવી સિંગલ- ફ્રેમ ગ્રિલ વાહનની વર્ચસ જમાવી રાખતી હાજરીને બહેતર બનાવે છે.
* વધુ આક્રમક અને સ્પોર્ટી લૂક માટે નવી એર ઈનટેક અને બમ્પર ડિઝાઈન.
* નવેસરથી ડિઝાઈન કરાયેલી એક્ઝોસ્ટ સિસ્ટમ ટ્રિમ્સ સહિત નવું ડિફ્યુઝર Q7ના ગતિશીલ આકર્ષણમાં ઉમેરો કરે છે.
* આગળ અને પાછળ નવી 2 – પરિમાણીય રિંગ્સ ઓડીની આધુનિક બ્રાન્ડ ઓળખ પર ભાર આપે છે. પાંચ આકર્ષક રંગોમાં ઉપલબ્ધઃ સખીર ગોલ્ડ, વાયતોમો બ્લુ, માયથોઝ બ્લેક, ગ્લેશિયર વ્હાઈટ અને સમુરાય ગ્રે.
આરામ અને ટેકનોલોજીઃ
* આસાનીથી પાર્કિંગ કરી શકાય અને બહેતર સુરક્ષા માટે 360 ડિગ્રી કેમેરા સાથે પાર્ક આસિસ્ટ પ્લસ.
* સુવિધાજનક એક્સેસ માટે સેન્સર- કંટ્રોલ્ડ બૂટ લિડ ઓપરેશન સાથે કમ્ફર્ટ કી.
* પ્રીમિયમ કેબિન અનુભવ માટે એર આયોનાઈઝર અને અરોમાટાઈઝેશન સાથે 4-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ.
* માઠી હવામાનની સ્થિતિઓમાં દ્રષ્ટિગોચરતા સુધારવા માટે અખંડ વોશ નોઝલ્સ સાથે એડપ્ટિવ વિંડસ્ક્રીન વાઈપર્સ.
ઈન્ટીરિયર અને ઈન્ફોટેઈનમેન્ટઃ
* ઓડી વર્ચ્યુઅલ કોકપિટ પ્લસ ફુલ્લી ડિજિટલ અને કસ્ટમાઈઝેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પૂરા પાડે છે.
* રોમાંચક ઓડિયો અનુભવ માટે 19 સ્પીકર અને 730 વેટ્સ આઉટપુટ સાથે બેન્ગ એન્ડ ઓલુફસન પ્રીમિયમ 3D સાઉન્ડ સિસ્ટમ.
* મહત્તમ વર્સેટાલિટી માટે ઈલેક્ટ્રિકલી ફોલ્ડેબલ થર્ડ- રો સીટ્સ સાથે સેવન- સીટર કોન્ફિગ્યુરેશન.
* વાહનની કામગીરીઓના જ્ઞાનાકાર નિયંત્રણ માટે ટચ રિસ્પોન્સ સાથે એમએમઆઈ નેવિગેશન પ્લસ.
* ડ્રાઈવર સીટ માટે મેમરી ફીચર સાથે નવું સેડાર બ્રાઉન ક્રિકેટ લેધર અપહોલ્સ્ટરી.
* સુવિધાજનક કનેક્ટિવિટી માટે વાયરલેસ ચાર્જિંગ સાથે ઓડી ફોન બોક્સ.
* બે આકર્ષક ઈન્ટીરિયર રંગના વિકલ્પોઃ સેડાર બ્રાઉન અને સાયગા બીજ.





