
વિજાપુર મહાદેવ પુરા (મ) ગામે ઘરની સામે મુકેલ ટ્રેકટર ની ટ્રોલી ની ચોરી ગ્રામપંચાયત ના મૂકેલા સીસી કેમેરા બંધ નીકળ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવ પુરા (મ) ગામે ઘરની સામે ખેડૂતે મુકેલ ટ્રેકટર ની ટ્રોલી કોઈ અજાણ્યા ઇસમો ટ્રોલી રૂપિયા ૧,૩૦,૦૦૦/- ની કિંમત ની ટ્રેકટર ની ટ્રોલી ગત રાત્રીએ ચોરી કરીને લઈ જતા ખેડૂતે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહાદેવ પુરા (મ) ખાતે રહેતા અભે સિંહ કાળુ સિંહ પરમારે પોતાના ખેતર ના વપરાશ માટે વિસનગર બાબા રામદેવ અગ્રો ઇન્ડસ્ટ્રીઝ માંથી ખરીદી કરીને લાવેલ વાદળી કલર ની ટ્રેકટર ની ટ્રોલી ઘર ની સામે બીજી તારીખે સાંજે મૂકી હતી. ત્રણ તારીખે સવારે ટ્રોલી સ્થળ ઉપર નહિ જણાઈ આવતા તેની આસપાસ ઘણી શોધખોળ આદરી હતી. પરંતુ ટ્રોલી નહિ મળી આવતા પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ મથકે ટ્રેકટર ની ટ્રોલી રૂપિયા ૧,૩૦,૦૦૦/- ની ચોરી ની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જોકે ગ્રામ પંચાયત દ્વારા ગામની સલામતી સાવચેતી માટે મૂકેલા સીસી કેમેરા ઓ ની તપાસ કરતા કેમેરા પણ બંધ જણાઈ આવ્યા હતા. જો સીસી કેમેરા ચાલુ હોત તો ચોર ઈસમો ઝડપી પકડાઈ જતા પરંતુ કેમેરા બંધ નો ફાયદો ટ્રોલી ચોરી કરવા આવનાર ઈસમો એ ઉઠાવ્યો હોવાનું ગ્રામજનો મા ચર્ચા પણ ઉઠી હતી.



