
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ અને વડીલ વંદનાનો
કાર્યક્રમ યોજાયો
તા.૦૧/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ વિસનગર તાલુકાના બાજીપુરા પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના દિન નિમિત્તે ગામના આગેવાનો, નિવૃત્ત કર્મચારીઓ અને સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાના ૬૮ મા જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી. સાથે સાથે શાળા સ્થાપના સમયે પ્રથમ પ્રવેશ મેળવેલ વડીલ વિદ્યાર્થીઓની વંદનાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. જેમાં ૨૮ વડીલોની શાલ ઓઢાડી વંદના કરવામાં આવી.દાતાઓ દ્વારા અંદાજિત રૂ. ૮૦ હજાર જેટલું દાન પણ પ્રાપ્ત થયું. આચાર્ય ગીતાબેન પટેલના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોલએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ.




