GUJARATSABARKANTHA

સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

અહેવાલ:- પ્રતિક ભોઈ

સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ
**********
પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિન ૦૭મી ડિસેમ્બરે ઉજવાય છે. દેશની સુરક્ષા અને અખંડીતતા માટે પોતાનુ સર્વોચ્ચ સમર્પિત કરતા આપણા શૂરવીર સૈનિકો અને તેઓના પરિજનો પ્રત્યે નાગરીકો દ્રારા આત્મીયતા અને સન્માનની લાગણી પ્રદર્શિત કરવા આ અવસર ની ઉજવણી કરવામાં આવે છે.
શહીદ થયેલા જવાનોના પરિવારજનો , સૈનિકો અને માજી સૈનિકોના કલ્યાણ અર્થે અને તેમને સંકટ અને માંદગીના સમયે આર્થિક સહાય આપવા યથાશક્તિ યોગદાન આપી સહભાગી બનવા સાબરકાંઠા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જો આપ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો આપવા ઈચ્છતા હોવ તો કલેક્ટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ, સાબરકાંઠાના ખાતા નં ૩૦૯૧૫૯૫૧૫૪૬, SBI(main), હિંમતનગર(સા.કાં) બ્રાંચ કોડ-૩૮૧, IFSC:SBIN0000381ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટ, ડિજિટલ પેમેન્ટ એપ્સ(ફોન પે, ગુગલ પે) યુ.પી.આઇ. સર્વિસથી જિલ્લા સૈનિક કલ્યાણ અને યુનર્વસવાટ કચેરી, બ્લોક-સી/૧૦૮, પ્રથમ માળ બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સાબરકાંઠા હિંમતનગર ૩૮૩૦૦૧ ખાતે રોકડ જમા કરાવી શકાશે. એમ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ કચેરી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!