
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા ખાતે યુવતીના હાથમાંથી મોબાઇલ સ્ક્રેનિગ કરી નાચી ગયેલ આરોપીને ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ મોબાઈલ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો..
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સૂમસામ જગ્યાએથી એક લૂંટારો મોબાઈલ સ્નેચિંગ કરી નાસી છૂટયો હતો.જેને લઇને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સાપુતારા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.ગિરિમથક સાપુતારા ખાતેથી મોબાઇલ લુટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.મૂળ દાહોદ જિલ્લાની અને હાલ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રહેતી કાજલબેન રંગનાથ કાનવડે (ઉ. વ.23) પાસેથી કોઈક અજાણ્યા ચોર ઈસમ દ્વારા સાપુતારા ચિત્રકુટ હોટલથી સ્પોર્ટ કોમ્પલેક્ષ વચ્ચે સુમસામ જગ્યાએ જાહેર રોડ પરથી 15 હજારની કિંમતનો રિયલમી કંપની નો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. અને આ લૂંટારો મોબાઈલ ચોરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ બનાવને લઈને સાપુતારા પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બાદ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમ દ્વારા આરોપીને શોધવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે સાપુતારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. પટેલ તથા સાપુતારા પોલીસ મથકની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસની મદદથી ગુનો ડીટેકટ કરી મોબાઇલ સ્નેચીંગ કરી મોબાઇલ ચોરી કરી ભાગી જનાર ઇસમ સુરેશભાઈ ભાસ્કરભાઇ ગાવિત ( ઉ.વ.21 રહે. પોહાળી પોસ્ટ.બોરગાવ તા.સુરગાણા,જી.નાશીક મહારાષ્ટ્ર)ની ગણતરીનાં કલાકોમાં જ અટકાયત કરી હતી.તેમજ આરોપી પાસેથી મોબાઈલ રિકવર કરી સાપુતારા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે..




